Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, PM મોદી, ગૃહમંત્રી અમિત શાહે ખુશી વ્યક્ત કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, PM મોદી, ગૃહમંત્રી અમિત શાહે ખુશી વ્યક્ત કરી

0
15

અમદાવાદ: ગુજરાતની છ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેબિનેટ મંત્રી સ્મૃતિ ઇરાની, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ભાજપના વિજય પર વડાપ્રધન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે આખા રાજ્યમાં મહાનગર પાલિકાના પરિણામ એ સાબિત કરે છે કે લોકોનો ગૂડ ગવર્નન્સ (Good Governance)માં વિશ્વાસ યથાવત છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘ગુજરાત મહાનગર પાલિકાના પરિણામો લોકોની વિકાસની રાજનીતિ અને ગૂડ ગવર્નન્સ પ્રત્યે ભરોસો દર્શાવે છે. રાજ્યની જનતાને બીજેપીમાં ફરી ભરોસો વ્યક્ત કરવા માટે ધન્યવાદ કરું છું. ગુજરાતની સેવા કરવી ગર્વની વાત છે.

પીએમ મોદીએ એક અન્ય ટ્વીટમાં કહ્યું કે હું ગુજરાત બીજેપીના તમામ કાર્યકરોના પ્રયત્નોની પ્રશંસા કરું છું, જેઓ લોકો પાસે ગયા અને તેમને રાજ્ય માટે અમારી પાર્ટીના વિઝન વિશે જણાવ્યું. ગુજરાત સરકાર લોકોના હિત માટે નીતિઓ બનાવે છે જેની અસર આખા રાજ્ય પર થાય છે.’ પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજે આખા ગુજરાતમાં જીત ઘણી ખાસ છે. છેલ્લા લગભગ 2 દશકથી રાજ્યની સેવા કરી રહેલી પાર્ટીએ જે રેકૉર્ડ બનાવ્યો છે તે ધ્યાને લેવા લાયક છે. સમાજના તમામ વર્ગો, ખાસ કરીને ભાજપ પ્રત્યે ગુજરાતના યુવાઓનું સમર્થન જોવું ખુશીની વાત છે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે. આ પ્રચંડ વિજય ભાજપની નીતિ અને નિયતમાં લોકોના અવિશ્વસનીય વિશ્વાસનું પ્રતીક છે. તેમણે બીજી ટ્વીટમાં જણાવ્યું કે મહાનગરોની સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નિતીન પટેલ અને તમામ ઉર્જાવાન કાર્યકરો ને ખૂબ ખૂબ અભિનંદન.

આ પણ વાંચો: અમદાવાદ: ખાનપુર ખાતે ભાજપનો વિજય ઉત્સવ, સીઆર પાટીલે કહ્યુ ….એટલા માટે જ આપણને એન્ટી ઈન્કમબંસી નથી નડતી

ગૃહમંત્રી અમિતશાહ સિવાય સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપની ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, બીજેપી ગુજરાત, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને બધાં જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. 2 દાયકાથી પણ વધુ સમયથી સતત ભાજપ પર પોતાનો પ્રેમ અને આશીર્વાદ વરસાવવા બદલ ગુજરાતના નાગરિકોનો આભાર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી પરિણામ માટે મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો. રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષકોને એક વિષય પ્રદાન કર્યો છે, જે એ વિશે અભ્યાસ કરી શકે છે કે કઈ રીતે સત્તા વિરોધી મોજાનો સિદ્ધાંત લાગુ રાજ્ય (ગુજરાત)માં લાગુ નથી થતો.

ઉલ્લેખનીય છે કે રવિવારે ગુજરાતની છ મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાઇ હતી. જેનું મંગળવારે પરિણામ જાહેર થયું. તેમાં ભાજપને તમામ 6 મહાનગર પાલિકામાં જીત મળી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat