-
ભાજપના ભવ્ય વિજય બાદ PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ શુભેચ્છા પાઠવી Gujarat Local Body Election
-
ભાજપ પ્રત્યે અવિરત શ્રધ્ધા અને સ્નેહ માટે ગુજરાતની જનતાને નમન- PM મોદી
-
ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું સમર્થન કરે છે
-
ભાજપ જયારે સત્તાના સુકાન સંભાળ્યા ત્યારથી સેવાકીય કાર્યો સતત કરતી આવી છે- અમિત શાહ
ગાંધીનગર: ગુજરાતની નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. તેને લઇને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આજના પરિણામો એ સંદેશ આપે છે કે, ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રધ્ધા અને સ્નેહ માટે ગુજરાતની જનતાને નમન કર્યા છે. Gujarat Local Body Election
તેમણે વધુમાં મહાનગરપાલિકાના પરિણામો અને આજે આવેલા સ્થાનિક સ્વરાજયના પરિણામોમાં શહેરી અને ગ્રામીણ ગુજરાતે સર્વાનુમતે સંદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરી અને ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરી હતી. ભાજપ હરહંમેશ ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે કાર્યરત રહેશે. Gujarat Local Body Election
જયારે કેન્દ્રીય ગુહમંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામો અંગે ગુજરાતને જનતા જનાર્દનને નમન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતોએ ભાજપને વિજયી બનાવીને સરકારની કલ્યાણકારી નીતિઓ પર વિશ્વાસની મ્હોર લગાવી છે. ભાજપ જયારે સત્તાના સુકાન સંભાળ્યા ત્યારથી સેવાકીય કાર્યો સતત કરતી આવી છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીનો આ વિજય સાચા અર્થમાં જનતાનો વિજય છે. ભવ્ય વિજય બદલ મુખ્યંમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. Gujarat Local Body Election
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિજય ગરીબ, ખેડૂતો અને ગામડાંના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતુત્વમાં કાર્યરત ભાજપ સરકારોમાં જનતાના અતુટ વિશ્વાસની જીત છે. મોદીજીના નેતુત્વ હેઠળ ભાજપની સરકારો દેશના ગરીબ, ખેડૂતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબધ્ધ છે. Gujarat Local Body Election
આ પણ વાંચો: કોંગ્રેસમુક્ત ગુજરાત જેવું જિલ્લા, તાલુકા અને નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ભાજપના ભવ્યા વિજય પર જણાવ્યું કે, મેં કીધું હતું, ગુજરાતીઓને ના આજમાવો. આખરે ચાની ચા અને પાણીનું પાણી કરી જ નાંખ્યું. તેમણે ગુજરાત ભાજપને અભિનંદન પાઠવ્યું છે.
તેમણે અન્ય ટ્વીટમાં જણાવ્યું કે જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ગુજરાત ભાજપને આભાર આપવા બદલ આભાર. PM મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ ને આગળ ધપાવતાં CM વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને દરેક કાર્યકર્તાને ભવ્ય જીત મેળવવા બદલ અભિનંદન પાઠવું છું. Gujarat Local Body Election
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો ભાજપનો એજન્ડા હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જનતાએ વિકાસવાદને અપનાવ્યો છે. અને પરિવારવાદને જાકારો આપ્યો છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસને વિપક્ષ તરીકે પણ નકારી છે ત્યારે જનતાએ આપેલા તેમના આર્શીવાદ એળે નહીં જાય તેની ખાત્રી તેમણે આપી હતી. તેની સાથે તેમણે ગુજરાતમાં જયાં સુધી ભાજપ સત્તા પર છે, ત્યાં સુધી દરેક નાગરિકોને જનસુખાકારીનો અહેસાસ કરાવશે તેવી પણ ખાત્રી આપી હતી.
જયારે ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, રાજયની છ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા હતા તે જરીતે આજે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના અત્યારસુધીના પરિણામોમાં પણ કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી ભાજપને જંગી લીડ સાથે જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.