Gujarat Exclusive > ગુજરાત > ગુજરાત સાક્ષરતા મામલે દેશમાં 9મા સ્થાનેઃ જાણો શું છે કારણ?

ગુજરાત સાક્ષરતા મામલે દેશમાં 9મા સ્થાનેઃ જાણો શું છે કારણ?

0
111
  • Literacy day: આસામ-હિમાચલ કરતા ગુજરાત  પછાત
  • સ્કૂલ ડ્રોપઆઉટ દર વધુ હોવાને કારણે સાક્ષરતા દર ઘટ્યો

નવી દિલ્હી/ગાંધીનગરઃ 8 સપ્ટેમ્બર વિશ્વભરમાં સાક્ષરતા દિવસ (Literacy day) તરીકે ઊજવાય છે. યુનેસ્કોએ 17 નવેમ્બર 1965માં તેની જાહેરાત કરી હતી. ત્યારની તેની શરૂઆત થઇ. દેશમાં કેરળ રાજ્ય વર્ષોથી સાક્ષરતા મામલે ટોચે રહે છે. પરંતુ વેપારમાં અગ્રણી ગુજરાત સાક્ષરતામાં દેશમાં ટોપ-10માં છેક 9મા સ્થાને છે. છેલ્લા 10 વર્ષમાં 1.50 લાખ કરોડનો સર્વશિક્ષણ અભિયાન પાછળ ખર્ચાયા છતાં સાક્ષરતાના દરમાં નોંધપાત્ર સુધારો દેખાયો નહીં. આના માટે સ્કૂલ ડ્રોપઆઉટ રેસિયો પણ જવાબદાર છે.

ભારતની સરકારી નેશનલ સ્ટેટિસ્ટક્સ ઓફિસે ગઇ કાલે જાહેર કરેલા રિપોર્ટ મુજબ 96.2 ટકા સાથે કેરળ પ્રથમ સ્થાને છે. જ્યારે દિલ્હી (88.8) બીજા ક્રમે આવે છે. તે પછી ઉત્તરાખંડ (87.6), હિમાચલ પ્રદેશ (86.6) આસામ (85.9), મહારાષ્ટ્ર (84.8), પંજાબ (83.7), તમિલનાડુ (82.9), ગુજરાત (82.4) અને હરિયાણા (80.4) છે.

દેશના સાક્ષરતા દર કરતા ગુજરાત થોડુ આગળ

દેશમાં સરેરાશ સાક્ષરતા દર 77.3 ટકા છે. તેની સામે ગુજરાતમાં 82.4 ટકા એટલે કે થોડો ક ઊંચો છે. હાઉલહોલ્ડ સોશિયલ કંઝમ્પશન ઓન એજ્યુકેશન ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ 2011ની વસતી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસતી 6.4 કરોડ હતી. તેમાંથી ત્યારે 78 ટકા હતો. હાલના આંકડા જુલાઇ 2017થી જૂન 2018 સુધીના છે. તેથી એમ કહી શકાય કે છેલ્લા 5-6 વર્ષમાં રાજ્યના સાક્ષરતા દરમાં સરેરાશ 4 ટકાનો વધારો થયો.

આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં જોડાયેલા મ્યુનિ. શિક્ષકોને 54.40 લાખ માનદ્દ વેતન

50 વર્ષમાં રાજ્યમાં સાક્ષરતા દર 46.5 ટકા વધ્યો

મહારાષ્ટ્રથી અલગ ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 1961ની વસતી ગણતરી કરાઇ હતી. ત્યારે ગુજરાતમાં 31.5 ટકા લોકો સાક્ષર હતા. જ્યારે 2011ની વસતી ગતણરી પ્રમાણે 78 ટકા હિસાબે 1961થી 2011ના સમયગાળાના 50 વર્ષમાં રાજ્યમાં સાક્ષરતા દરમાં 45.5 ટકાનો વધારો નોંધાયો. જ્યારે 2001થી 2011ના દાયકામાં સાક્ષરતા દરમાં 8.9 ટકાનો વધારો થયો હતો.

મહિલા અને પુરુષો વચ્ચેના સાક્ષરતા દરમાં 16.1 ટકાનું અંતર

આંકડા મુજબ 2001માં પુરુષ અને મહિલા વચ્ચે સાક્ષરતા દરમાં સરેરાશ 22 ટકા જેટલું અંતર હતું. જે 2011માં ઘટીને 16.1 ટકા થયું હતું. જો કે કેરળના વાત કરીએ તો 2017018માં કેરળમાં આ દર વચ્ચે માત્ર 2.2 ટકાનું અંતર છે. મતલબ કે દક્ષિણી રાજ્યમાં મહિલા અને પુરુષો સમાન સાક્ષર છે. ભારતમાં 84.7 ટકા પુરુષો સામે 70.3 ટકા મહિલા સાક્ષર છે. જે અંતર 14.4 ટકા જેટલો છે.

સાક્ષર વ્યક્તિ કોણ?

સાક્ષરતા માટેના સર્વેક્ષમાં સાક્ષર વ્યકિતનું જે માપદંડ કે આધાર રાખવામાં આવ્યો છે. તે મુજબ 7 વર્ષથી ઉપરની વ્યક્તિ કોઇ પણ એક કે વધુ ભાષા સમજપૂર્વક વાંચી-લખી શક્તી હોય તો તે સાક્ષર ગણાય. 7 વર્ષથી નીચેનું બાળક ભલે લખી વાંતી શકતું હોય તો પણ તેની આમાં ગણતરી કરાતી નથી.

આ પણ વાંચોઃ ભારત આ દેશો સાથે મળી વિકસાવશે 5જી ટેકનોલોજી, ચીનને વધુ એક ઝાટકો

રાજ્યમાં ઓછા સાક્ષરતા દર માટે ડ્રોપઆઉટ રેટ પણ જવાબદાર

આંકડાકીય વિગત મુજબ રાજ્યમાં નબળા સાક્ષરતા દર માટે સ્કૂલોમાંથી ડ્રોપઆઉટનું વધુ પ્રમાણ પણ જવાબદાર છે. એટલે કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં અધ્ધવચ્ચે શિક્ષણ છોડી દેવાનો દર વધુ છે. રાજ્યમાં 2011માં ડ્રોપઆઉટ દર 27 ટકા હતો. જે 2016માં વધીને ઓલટાઇમ હાઇ 35.09 ટકા થઇ ગયો હતો. અલબત્ત વચ્ચે 2002માં 24.77 ટકાના નીચલાસ્તરે હતો.

સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં નોંધણીનું પ્રમાણ ઓછું

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં નોંધણીનું પ્રમાણ 2016-17ના આંકડા મુજબ અનુક્રમે 74.54 અને 43.17 ટકા છે. જેનો મતલબ આ ગાળામાં ડ્રોપઆઉટ વધુ છે. જેની ટકાવારી 31.37 ટકા જેટલી હાઇ છે. જ્યારે પાડોશી રાજ્યોમાં આ પ્રમાણ રાજસ્થાનમાં 76.63 અને 60.31 ટકા, મહારાષ્ટ્રમાં 86.52 અને 64.36 ટકા અને મધ્યપ્રદેશમાં 80.15 અને 47.12 ટકા છે.

આ પણ વાંચોઃ ભારત આ આંતરરાષ્ટ્રીય સમૂહ સાથે જોડાશે તો સરળતાથી મળશે કોરોના વેક્સીન

ચાર રાજ્યોમાં માધ્યમિકથી ઉચ્ચ માધ્યમિકમાં નોંધણી

રાજ્ય           માધ્યમિક        ઉચ્ચ માધ્યમિક      અંતર

ગુજરાત         74.54%             43.17 %         31.37%
રાજસ્થાન      76.63%            60.31%          16.32%
મહારાષ્ટ્ર        86.52%            64.36%         22.24%
મધ્યપ્રદેશ      80.15%           47.12%           33.03%