Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > Limbdi Seat: કોળી સમાજનું વર્ચસ્વ છતાં બંને મુખ્ય પક્ષના ઉમેદવાર ક્ષત્રિય

Limbdi Seat: કોળી સમાજનું વર્ચસ્વ છતાં બંને મુખ્ય પક્ષના ઉમેદવાર ક્ષત્રિય

0
385
  • ભાજપના કિરિટ સિંહ રાણા સામે કોંગ્રેસના ચેતન ખાચરનો જંગ
  • Limbdi Seat પર હાર-જીતનો ફેસલો કોળી સમાજ કરે છે

લીંબડીઃ ગુજરાતમાં પેટા ચૂંટણીની 8 બેઠકો માટે મત ગણતરી યોજાઇ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્ર નગર જિલ્લાની મહત્વની લીંબડી બેઠક (Limbdi Seat) પણ સામેલ છે. લીંબડીમાં કોળી સમાજનું વરસ્વ હોવા છતાં ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઇએ કોળી ઉમેદવારને ટિકિટ ન આપી.

બંને પક્ષે ક્ષત્રિય ઉમેદવાર ઊભા રાખ્યા છે. લીંબડીમાં ભાજપે ક્ષત્રિય કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે કાઠી દરબાર જ્ઞાતિના ચેતન ખાચરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચોઃ Dagi Neta:પેટા ચૂંટણીમાં BJPના 3, બે કોંગી ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ

Limbdi Seatમાં 2,39500માંથી કોળી મતદારો44.50%

લીંબડીમાં જાતિ ફેક્ટર સૌથી મહત્વનું છે. આ બેઠક પર કોળી સમાજના સૌથી વધુ મત છે. સૌથી વધુ કોળી મત હોવા છતાં લીંબડી બેઠક (Limbdi Seat)પર બન્ને પક્ષના ઉમેદવારો ક્ષત્રિય સમાજના છે. અહીં કોળી સમાજના મતદારો જ હાર જીત નક્કી કરે છે.

લીંબડી બેઠક પર 2 લાખ 39 હજાર 500 મતદાર છે. જેમાંથી 1 લાખ 27 હજાર 284 મતદાર પુરૂષ જ્યારે 1 લાખ 12 હજાર 216 મહિલા ઉમેદવાર છે.

લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. લીંબડી વિધાનસભા બેઠકમાં કોળી પટેલ મતદારોનું પ્રભુત્વ છે. 2017માં કોંગ્રેસના સોમાભાઇ પટેલે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને 1 લાખ 46 હજાર 40 મતે હરાવ્યા હતા.

આ પણ વાંચોઃ Dhari Seat: લોકો પક્ષપલટુથી ખફા, 70 હજાર પાટીદારોના હાથમાં નવા MLAની ચાવી

સોમાભાઇ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ

રાજ્યસભાની ચૂંટણી પહેલાં સોમાભાઇ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. જે બાદ આ બેઠક ખાલી પડી હતી. લીંબડી વિધાનસભા બેઠક (Limbdi Seat)પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરનું વિનમ્ર વ્યક્તિત્વ અને કાઠી દરબાર સમાજ સાથે દરેક જ્ઞાતિમાં પ્રભુત્વ ધરાવે છે.

દલિત મતદારો પણ હાર જીત માટે જરૂરી બની રહે છે

લીંબડી બેઠક (Limbdi Seat) પર તળપદા કોળી અને ચુવાળિયા કોળી સમાજનો પ્રભાવ છે. આ ઉપરાંત દલિત મતદારો પણ હાર જીત માટે જરૂરી બની રહે છે. તળપદા કોળીના 35 ટકા, ચુવાળિયા કોળી 9.50 ટકા, દલિત મતદારો 17 ટકા, ક્ષત્રિય મતદારો 11 ટકા, દલવાડી સમાજના 11 ટકા, માલધારી સમાજના 13 ટકા અને રાજપૂત સમાજના પણ 13 ટકા મતદારો છે

કિરિટસિંહ 7માંથી 4 વખત ચૂંટાયા Limbdi Seat

કિરિટસિંહ રાણાને ભાજપે ફરી પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કિરિટ સિંહ ભાજપની ટિકિટથી બે વખત જીત્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કિરિટ સિંહ રાણા કોંગ્રેસના કોળી પટેલ ઉમેદવાર સોમાભાઇ પટેલ સામે હારી ગયા હતા.

કિરિટ સિંહ રાણા ચાર વખત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તો ત્રણ વખત હારનો સામનો પણ કરવો પડ્યો છે.

આ પણ વાંચોઃ Morbi Seat: પાટીદારોના ગઢમાં કોણ પાડશે ગાબડુ, મતદારો કોની તરફ?

2007થી 13 વર્ષમાં વારા ફરતી ભાજપ-કોંગ્રેસ

          વર્ષ             ઉમેદવાર                    પક્ષ

  • 2007       કિરિટસિંહ રાણા         ભાજપ
  • 2012        સોમાભાઇ પટેલ         કોંગ્રેસ
  • 2013        કિરિટસિંહ રાણા        ભાજપ
  • 2017        સોમાભાઇ પટેલ         કોંગ્રેસ