Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > 2008થી પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતીની ‘વતન વાપસી’, ઢોર ચરાવતા ભૂલથી પાકિસ્તાન પહોંચ્યો

2008થી પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતીની ‘વતન વાપસી’, ઢોર ચરાવતા ભૂલથી પાકિસ્તાન પહોંચ્યો

0
95

ભૂજ: ગુજરાતના કચ્છ જિલ્લામાં એક ઢોર ચરાવતો માલધારી, જે 2008માં ભૂલથી સરહદ ઓળંગીને પાકિસ્તાન (Pakistan Border) પહોંચી ગયો હતો અને ત્યાં તેની જાસૂસીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પાડોશી દેશની જેલમાં (Pakistani Jail) લાંબા સમય સુધી કેદ રહ્યાં બાદ આખરે તેની વતન વાપસી થઈ છે.

પાકિસ્તાન સરહદથી (Pakistan Border) 60 કિલોમીટર દૂર કચ્છના નાના દિનારા ગામનો 60 વર્ષીય ઈસ્માઈલ સમા પોતાના ઢોર ચરાવવા દરમિયાન ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો. જ્યાં તેની ધરપકડ કરીને જેલમાં (Pakistani Jail) ધકેલી દેવામાં આવ્યો હતો.

ઈન્ડિયન હાઈકમિશન દ્વારા દાખલ એક અરજી પર ઈસ્લામાબાદ હાઈકોર્ટેના આદેશ બાદ બે દિવસ પહેલા જ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અટારી સ્થિત અધિકારીઓનું કહેવું છે કે, સમા શુક્રવારે વાઘા-અટારી ઈન્ટરનેશન બોર્ડર થઈને અમૃતસર પહોંચ્યા છે.

અમૃતસરમાં અધિકારીઓ કેટલીક ઔપચારિક કાર્યવાહી કરી રહ્યાં છે. જેમાં ઈસ્માઈલ સમાની મેડિકલ તપાસ પણ થશે. જે બાદ સમાને તેના પરિવારને સોંપી દેવામાં આવશે.

તેના ગામમાં એક NGO ચલાવનારા ફઝલ સમા અને તેના સબંધી યુનુસ સમા શનિવારે અમૃતસરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં તેને મળ્યા હતા.

આ પણ વાંચો: ‘પાકિસ્તાનને કેમ નથી આપી કોરોના વૅક્સીન?’ સરકારે કરી સ્પષ્ટતા

ઈસ્માઈલ સમાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે,
“હું મારા ઢોર ચરાવવા દરમિયાન ભૂલથી સરહદ ઓળંગીને પાકિસ્તાન (Pakistan Border) પહોંચી ગયો હતો. તેમણે અને એક જાસૂસ અને RAW એજન્ટ ગણી લીધો. ISIએ મને 6 મહિના સુધી જેલમાં રાખ્યો અને પછી મને પાકિસ્તાનની સેનાને સોંપી દીધો હતો.

5 વર્ષ જેલની સજા સંભળાવ્યા પહેલા હું ત્રણ વર્ષ સુધી તેમની કસ્ટડીમાં હતો. ઓક્ટોબર-2016માં મારી સજા પૂરી થયા બાદ પણ મને છોડવામાં આવ્યો નહતો. 2018 સુધી 7 વર્ષ હું હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાં (Pakistani Jail) રહ્યો. જે બાદ મને અન્ય ભારતીયો સાથે કરાંચીની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો.”

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, લગભગ એક દાયકા સુધી પરિવારને તેના વિશે કોઈ જાણકારી જ નહતી. ઓક્ટોબર-2017માં નજીકના ગામનો રફિક જાટ પાકિસ્તાનથી મુક્ત થયા બાદ ઘરે પરત ફર્યો અને તેણે જાણ કરી હતી કે, તે અને ઈસ્માઈલ કરાંચીની જેલમાં એક સાથે હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9