નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં વેદાંતા-ફૉક્સકૉન ડીલને લઇને રાજકીય ઘર્ષણ ચાલુ છે. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સતત જુબાની જંગ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એનસીપી અને શિવસેના પર પલટવાર કર્યો છે અને કહ્યુ કે આ પરિયોજનાના ગુજરાત શિફ્ટ થવા પાછળ તમારી સુસ્તી જવાબદારી છે. જ્યારે અમે સરકારમાં આવ્યા તો ગુજરાતમાં પરિયોજના સ્થાપિત કરવાનો નિર્ણય લગભગ અંતિમ તબક્કામાં હતો. આ ડીલ ગુજરાત સાથે પાક્કી થઇ ચુકી હતી.
Advertisement
Advertisement
ગુજરાત પાકિસ્તાન નથી: ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે ગુજરાત પાકિસ્તાન નથી, અમે બન્ને રાજ્ય ભાઇ-ભાઇ છીએ. તમામ રાજ્યો વચ્ચે એક સ્વસ્થ સ્પર્ધા છે. અમે જલ્દી ગુજરાત, કર્ણાટક તમામની આગળ નીકળીશુ, તેમણે એમવીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે તમારા શાસન દરમિયાન અમે પોતાના પાડોશી રાજ્યથી પાછળ રહી ગયા છીએ.
શું છે વિવાદ?
વેદાંતા-ફૉક્સકૉન ડીલના ગુજરાતમાં સ્થાપિત થવાની જાહેરાત બાદથી શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એકનાથ શિદે- ફડણવીસ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. યૂનિયના પૂણે પાસે સ્થાપિત થવાનુ હતુ પરંતુ વેદાંતા-ફૉક્સકૉને 13 સપ્ટેમ્બરે ગુજરાત સરકાર સાથે એક આશ્ચર્યજનક પગલામાં સમજૂતિ એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા હતા- જેનાથી એક મોટો રાજકીય વિવાદ શરૂ થઇ ગયો હતો.
1.54 લાખ કરોડો રૂપિયાની છે ડીલ
મહત્વપૂર્ણ છે કે ભારતીય ગ્રુપ વેદાંતા અને તાઇવાનની ઇલેક્ટ્રૉનિક્સ કંપની ફૉક્સકોન 1.54 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં દેશનો પ્રથમ સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે. વેદાંતા અને ફૉક્સકૉનના સંયુક્ત વેપારની ડિસપ્લે FAB મેન્યુફેક્ચરિંગ યુનિટ, સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ રાજ્યના અમદાવાદ જિલ્લામાં 1000 એકર વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે. આ સંયુક્ત સાહસમાં બંને કંપનીઓ અનુક્રમે 60 ટકા અને 40 ટકા હિસ્સો ધરાવશે.
Advertisement