Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આ આઇપીએસને કેટલીવાર ફેરવેલ પાર્ટી લેવી છે?

આ આઇપીએસને કેટલીવાર ફેરવેલ પાર્ટી લેવી છે?

0
63
  • ફેરવેલ પાર્ટી અંગે આઇપીએસ અધિકારી એસોસિયેશનનાં બે ભાગ પાડ્યા Gujarat IPS Farewell Party 

  • આગામી માર્ચ મહિના માં અન્ય છ અધિકારીઓ ની ફેરવેલ યોજાય તેવી શક્યતા

અમદાવાદ: સામાન્ય રીતે આઇપીએસ અધિકારી નિવૃત્ત થાય ત્યારે અન્ય અધિકારીઓ ભેગા મળી તેમની વય નિવૃત્તિની પાર્ટી ઉજવતા હોય છે. જોકે છેલ્લા ચાર દિવસથી એક સિનિયર આઇપીએસ અધિકારીની ફેરવેલ પાર્ટી યોજવી કે કેમ તે અંગે અધિકારીઓમાં બે ભાગ પડી ગયા છે. અમુક અધિકારી વિરોધમાં, તો એક જૂથ પાર્ટી યોજવાના મૂડમાં છે. જોકે હાલ પૂરતી આ અધિકારીની ઈચ્છા અધૂરી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. જોકે એક જૂથે તો સ્પષ્ટ કહ્યું કે, આ આઇપીએસને કેટલીવાર ફેરવેલ પાર્ટી લેવી છે? Gujarat IPS Farewell Party 

છેલ્લા ચાર દિવસથી આઇપીએસ એસોસિયેશનમાં મીટિંગોનો દોર ધમધમી રહ્યો છે. કોરોનોનાં કારણે નિવૃત્ત થયેલા આઇપીએસ અધિકારીઓની ફેરવેલ પાર્ટી યોજાઈ ન હતી. જોકે આ વર્ષે 6 માર્ચે 6 જેટલા નિવૃત્ત આઇપીએસ અધિકારીઓની ફેરવેલ પાર્ટી યોજવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને લઈને અધિકારીઓમાં રોજ બરોજ સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈજર સહિત કેમની વ્યવસ્થા ક્યાં ક્યાં અધિકારીની યોજવી એ અંગે ચર્ચા ચાલી રહી હતી. Gujarat IPS Farewell Party 

આ મીટિંગ દરમિયાન એક સિનિયર આઇપીએસ અધિકારીની ફેરવેલ પાર્ટી યોજવા અંગે ચર્ચા થઈ હતી. જોકે મોટા ભાગના અધિકારીઓએ તેનો વિરોધ કર્યો હતો. જેથી આઇપીએસ અધિકારીઓમાં બે ફાંટા પડી ગયા હતા. Gujarat IPS Farewell Party 

અધિકારીઓના એક ગ્રુપે જણાવ્યું હતું કે, ગત વર્ષે નિવૃત્ત થયેલા 6 આઇપીએસ અધિકારીઓની ફેરવેલ પાર્ટી આગામી 6 માર્ચે યોજાવાની શક્યતા છે. તેવામાં એક સિનિયર અધિકારીની ફેરવેલ પાર્ટી ઉજવવી કે નહિ તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ અધિકારી નિવૃત્ત થયા ત્યારે તેમને ફેરવેલ પાર્ટી ગાંધીનગર માં યોજાઈ ગઈ હતી. જોકે અમુક ચોક્કસ અધિકારીઓ આ સિનિયર અધિકારીની ફેરવેલ યોજવા દબાણ કરી રહ્યા હોવાની ચર્ચા અધિકારીઓ માં થઈ રહી છે. Gujarat IPS Farewell Party 

આ પણ વાંચો: વિરમગામમાં મતદાન મથક બહાર બે જૂથ વચ્ચે મારામારી, પથ્થરમારો થતાં નાસભાગ

માઇક નહિ આપે તો અમે માઇક ઘરેથી લાવી બોલીશું

અમુક આઇપીએસ અધિકારીઓએ જાહેરમાં જ એવી વાત કરી હતી કે, જો આ અધિકારીની ફેરવેલ યોજશો તો અમને બોલવા માટે માઇક આપવું પડશે અને માઇક નહિ આપવામાં આવે તો અમે ઘરેથી માઇક લાવી બોલીશું પણ અમે તો બોલીશું. Gujarat IPS Farewell Party 

પોલીસ વિભાગની શાન એવા સુરેલિયાએ પોતાની ફેરવેલ ન કરવા કહ્યું

શહેરના કુખ્યાત ડોન લતિફનું એન્કાઉનટર કરનાર એ કે સુરેલીયાએ ગત વર્ષે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. જોકે તેમની નિવૃત્તિની ફેરવેલ પાર્ટી અંગે તેમને સ્પષ્ટ શબ્દોમાં નાં પાડી દીધી હતી. મારે ફેરવેલ કરવી નથી અને તમે કરશો નહિ. તેમ જણાવી દીધું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat