Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યનાં ગૃહ વિભાગનો મહત્વનો આદેશ, હવેથી દૂધ કલેક્શન અને ડેરીઓને લગતી કામગીરી સવારનાં 7થી…

રાજ્યનાં ગૃહ વિભાગનો મહત્વનો આદેશ, હવેથી દૂધ કલેક્શન અને ડેરીઓને લગતી કામગીરી સવારનાં 7થી…

0
1599

સમગ્ર રાજ્યમાં ચાલતી કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન 4માં રાજ્ય સરકારે અમુક છૂટછાટ આપી છે. ત્યારે વળી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આવશ્યક સેવાઓ સહિત તમામ છૂટછાટો આપી દીધી છે. પરંતુ બીજી બાજુ સાંજનાં 7થી સવારનાં 7 સુધી કરફ્યુનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ચાલતી દૂધની ડેરીઓને લઇ રાજ્યનાં ગૃહ વિભાગે એક મહત્વનો આદેશ બહાર પાડ્યો છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી સતત લોકડાઉન ચાલી રહ્યું છે તેમજ લોકડાઉન 1.0 લાગુ થયું ત્યારથી લઈ અત્યાર સુધી જરૂરી ચીજ વસ્તુઓને લઇ છૂટછાટ આપવામાં આવી છે. સાથે સાથે લોકડાઉનનાં ચોથા તબક્કામાં રાજ્ય સરકારે મહત્તમ વેપાર-ધંધા ઉદ્યોગોને છૂટ આપતા દુકાનોને પણ સવારનાં 8થી બપોરનાં 4 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે ત્યારે દૂધ એકત્રીકરણ અને દૂધની ડેરીની કામગીરી હવે સવારનાં 7થી સાંજે 7 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યનાં ગૃહ વિભાગે આ અંગેનું સુધારા નોટીફેકશન બહાર પાડીને મહત્વનો આદેશ કર્યો છે. લોકડાઉનનાં તમામ તબક્કામાં દૂધ વિતરણ કોઇ પણ વિક્ષેપ વગર ચાલુ રહ્યું પરંતુ હવે ચોથા તબક્કામાં શરતોને આધીન કેટલીક છૂટછાટો સાથે ગૃહ વિભાગે આર્થિક ગતિવિધી તેમજ આજીવિકાને ધ્યાનમાં રાખતા રાજ્યમાં દૂધ એકત્રીકરણ અને તેને સંલગ્ન ડેરીને લગતી કામગીરી હવે સવારનાં 7 થી સાંજનાં 7 વાગ્યા સુધી જ ચાલુ રાખવા અંગેનાં હુકમો જારી કર્યા છે. લોકડાઉન દરમ્યાન આર્થિક પ્રવૃત્તિઓને અને આરોગ્ય સબંધી કાર્યોને વેગ આપવા માટે જાળવણીનાં હેતુસર રાજ્યનાં ગૃહ વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

‘લૉકડાઉનનું ચુસ્ત પાલન કરો’, ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા WHOની સલાહ