Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત હાઈકોર્ટ 1લી માર્ચથી પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરશે

ગુજરાત હાઈકોર્ટ 1લી માર્ચથી પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરશે

0
61

યૂટ્યૂબ પર કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ બાદ ગુજરાત હાઇકોર્ટ સત્તાવાર રીતે 1લી માર્ચથી પોતાની ટેલિગ્રામ ચેનલ પર દરરોજની નોટિસ, કોઝલિસ્ટ, લાઈવ યૂટ્યૂબ લિંક સહિતની માહિતી ઉપલબ્ધ કરાવશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે 1લી માર્ચથી ગુજરાત હાઇકોર્ટ પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરશે. પ્રેસ રિલીઝ, પરિપત્ર, લાઈવ યૂટ્યૂબ લિંક, કોઝલિસ્ટ, સહિતની તમામ માહિતી જે વેબસાઈટ પર અપલોડ કરાવવામાં આવે છે તેને ટેલિગ્રામ ચેનલ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇઝરોને લેસ્ટેસ્ટ જાણકારી માટે ઘણી ઘણી વેબસાઈટ જોવી પડશે નહિ. ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ જ્યારે અપ્રાપ્ત હશે ત્યારે કામ લાગશે.

તમામ વકીલો, અરજદારોને સાનુકૂળતાથી જાણકારી મળી રહે તેના માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા ગુજરાત હાઈકોર્ટની ઓફિશ્યલ ટેલિગ્રામ ચેનલ શરૂ કરવાનો નિણર્ય લીધો હતો. આગામી સમયમાં એડવોકેટ વાઈસ ડિટેલ કોઝલિસ્ટ અને કેસને લગતી અન્ય માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.

નોંધનીય છે કે 26મી ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક નિણર્ય લીધો હતો અને વિડીયો કોનફરન્સની સુનાવણીનું પ્રાયોગિક ધોરણે યુ-ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુલ સુનાવણીનું યુ-ટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરનાર ગુજરાત હાઈકોર્ટ દેશની સૌ-પ્રથમ હાઈકોર્ટ બની હતી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat