Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો- ‘રાજ્ય સરકારની પૉલિસી મુજબ કોર્પોરેશન કેમ કામ નથી કરતું?’

હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો- ‘રાજ્ય સરકારની પૉલિસી મુજબ કોર્પોરેશન કેમ કામ નથી કરતું?’

0
36

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોના સંકટને લઈને સુઓમોટો પિટિશન પર આજે સુનાવણી શરૂ કરી હતી. જેમાં એડવોકેટ એસોસિએશન તરફથી માંગવામાં આવેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન હાઈકોર્ટે ફરીથી એક વખત રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. Fight Against Covid

રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે શું-શું પગલા લેવામાં આવી રહ્યાં છે? તે અંગે રાજ્ય દ્વારા વિગતવાર સોગંધનામું રજૂ કરવામાં આવ્યું હતું. આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અમદાવાદમાં એમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો.

જણાવી દઈએ કે, અમદાવાદમાં થોડા દિવસ પહેલા માત્ર 108 એમ્બ્યુલન્સમાં આવનાર દર્દીઓને જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા હતા. જો કે આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થતા કોર્પોરેશને તેને રદ્દ કર્યો હતો.

આ પણ વાંચો:  રાજકોટમાં કાળ બન્યો કોરોના, 24 કલાકમાં 76 સંક્રમિત દર્દીઓના મોત Fight Against Covid

આ મામલે જવાબ રજૂ કરતા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું કે, 108માં આવનાર દર્દીઓને દાખલ કરવાનો નિર્ણય અમદાવાદ કોર્પોરેશનનો હતો. જેના પર હાઈકોર્ટે કહ્યું કે, શું રાજ્ય સકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી? કેમ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકારની પૉલિસીનું પાલન નથી કરી રહ્યું? એમ્બ્યુલન્સ માટે દર્દીઓને 48-48 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. આ સમગ્ર સિસ્ટમની નિષ્ફળતા છે કોર્ટે લોકોના એ દાવા ઉપર પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, 108 એમ્બ્યુલન્સ એવા દર્દીઓને લાવવામાં પણ વિલંબ કરી રહી છે, જે ગંભીર સ્થિતિમાં છે.

આટલું જ નહીં, કોરોના સંક્રમિત દર્દીઓ માટે સંજીવની મનાતા રેમડેસિવિર ઈન્જેક્શનની કમી અને ઑક્સિજનના અભાવ મુદ્દે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે પૂછ્યું હતું કે, માંગ મુજબ રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી મળી રહ્યાં? ઑક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યાં છે, તો રાજ્ય સરકાર પોતાના ખર્ચે કેમ ઑક્સિજન પ્લાન્ટ ના સ્થાપી શકે? Fight Against Covid

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat