Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખાનગી હૉસ્પિટલો પર હાઈકોર્ટની ઝાટકણી, ઉપરવાળો બધું જુએ છે: વકીલે કહ્યું, ‘ચાર્જમાં 10 ટકાનો ઘટાડો કરીશું’

ખાનગી હૉસ્પિટલો પર હાઈકોર્ટની ઝાટકણી, ઉપરવાળો બધું જુએ છે: વકીલે કહ્યું, ‘ચાર્જમાં 10 ટકાનો ઘટાડો કરીશું’

0
393

સમગ્ર ગુજરાત હાલ કોરોના મહામારી સામે જોરદાર લડી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં Covid 19 મામલે દાખલ કરવામાં આવેલી સૂઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં વસૂલવામાં આવતા ચાર્જ મામલે જસ્ટિસ પારડીવાલાએ ટકોર કરી હતી. રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાને લઇને સારવાર માટે અધધ વસુલવામાં આવતા ચાર્જને લઇને હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલની અરજી પર ઝાટકણી કાઢી નાખી હતી.

ખાનગી હોસ્પિટલોમાં કોરોનાને લઇને વસૂલવામાં આવતા અધધ ચાર્જને લઇને આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જે મુદ્દે હાઇકોર્ટે હવે ખાનગી હોસ્પિટલોને સરકારી નિયમ મુજબ જ ચાર્જ લેવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખો.

હોસ્પિટલોએ માનવતાનાં ધોરણે કામ કરવું પડશે. કેમ કે ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. તેમજ જો કાયદાનો ભંગ થશે તો કેસ પણ ચલાવવામાં આવશે. હાઇકોર્ટનાં જસ્ટિસ પારડીવાલાએ ખાનગી હોસ્પિટલની આજે ઝાટકણી કાઢી નાખી હતી. ત્યારે આ મામલે ખાનગી હોસ્પિટલનાં વકીલે કોર્ટમાં કહ્યું કે, ‘ચાર્જમાં 10 ટકાનો ઘટાડો કરીશું.’

ખાનગી હોસ્પિટલોએ કરેલી અરજીને લઇને હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું,

– ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખવી
– ઉપરવાળો બધું જ જુએ છે તે પણ ધ્યાન રાખવું
– ખાનગી હોસ્પિટલો માનવતાનાં ધોરણે કામ કરે તે જરૂરી
– ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા દરમાં પણ પાંચથી દસ ટકા સુધીનો ઘટાડો કરો

ખાનગી હોસ્પિટલોએ કોરોનાનાં દર્દી માટે 50 ટકા બેડ સરકારી દરે અલાયદા રાખવા પડશેઃ HC

આ અગાઉ પણ હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો કે રાહતદરે જમીન લેતી ખાનગી હોસ્પિટલો દર્દીઓને સારવાર આપવામાં કેમ ઠાગાઠૈયા કરે છે. કેમ ખાનગી હોસ્પિટલો સરકારનાં કહ્યાંમાં નથી? આ આદેશ બાદ આજે આરોગ્ય વિભાગે જાહેરનામું બહાર પાડીને એવો આદેશ કર્યો છે કે, ‘ખાનગી હોસ્પિટલમાં સરકારે નક્કી કરેલા દર મુજબ જ દર્દીની સારવાર થશે. એટલું જ નહીં જો 20થી વધુ પથારી હોય તેવી ખાનગી હોસ્પિટલ-નર્સિગ હોમ્સમાં કોરોનાના દર્દી માટે 50 ટકા બેડ સરકારી દરે અલાયદા રાખવા પડશે.

ખાનગી હોસ્પિટલોમાં AMCએ કોરોનાનાં દર્દીઓ માટે 50 ટકા બૅડ રિઝર્વ રાખવા મામલે ગુજરાત હાઈકોર્ટેમાં જાહેરહિતની અરજી કરી હતી જેને લઇને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને જાહેરનામું બહાર પાડવાનો આદેશ આપ્યો હતો. છતાં કેટલીક અદ્યતન હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે કેમ ન ઉપયોગમાં લેવાઇ તેનો ખુલાસો પણ માંગ્યો હતો.

જે મુદ્દે હાઇકોર્ટે સુનાવણી હાથ ધરતાં રાજ્ય સરકારને મહત્વનો આદેશ આપ્યો કે જેમાં અમદાવાદ અને તેનાં હદની બહાર આસપાસનાં વિસ્તારોની મલ્ટીસ્પેશ્યાલિટી ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલ્સમાં પણ કૉવિડ-19નાં દર્દીઓ માટે 50 ટકા બેડ રિઝર્વ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવાનો ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અમદાવાદનાં મેયર બિજલ પટેલે જ માસ્ક ન પહેરતા કર્યો કાયદાનો ભંગ, શું AMC રૂ. 200 દંડ વસુલશે ખરૂ?