Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત હાઈકોર્ટમાં પ્રાયોગિક ધોરણે વર્ચ્યુલ સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરાયું

ગુજરાત હાઈકોર્ટમાં પ્રાયોગિક ધોરણે વર્ચ્યુલ સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરાયું

0
41

 અમદાવાદ : કોરોના મહામારીની શરૂઆતથી જ ગુજરાત હાઈકોર્ટમાં કેસોની વીડિયો કોન્ફરન્સ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની(Gujarat high court news) વીડિયો કોન્ફરન્સની સુનાવણીનું પ્રાયોગિક ધોરણે હાલ લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરાયું છે. 26મી ઓક્ટોબરથી પ્રાયોગિક ધોરણે ચીફ જસ્ટિસની અધ્યક્ષતવાળી કોર્ટની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ યુ-ટ્યુબ પર કરાશે. Gujarat high court news

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વીડિયો કોન્ફરન્સથી થતી સુનાવણી દરમિયાન ઓપન કોર્ટ કન્સ્ટેપ્ટને લાગુ કરવામાં આવ્યો છે. જેથી જે વ્યક્તિને કેસની સુનાવણી જોવી હોય તે વીડિયો કોન્ફરન્સથી થતી કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળી શકશે. ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં મીડિયાકર્મીઓ માટે વર્ચ્યુઅલ સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. gujarat high court latest news

આ પણ વાંચો:સાવધાનઃ મોટી ભવિષ્યવાણી, ફેબ્રુ.માં INDIA CHINA PAK WAR થઇ શકે

ગુજરાત હાઈકોર્ટે જાહેરહિતની અરજીના જવાબમાં આ મુદ્દે કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હાલમાં પ્રાયોગિક ધોરણે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાડી ફર્સ્ટ કોર્ટની વર્ચ્યુઅલ કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં  આવી રહ્યું છે. જેની લિંક હાઈકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. વર્ચ્યુઅલ સુનાવણીના પ્રાયોગિક લાઈવ સ્ટ્રીમિંગના પરિણામ પછી તેને આગળ જારી રાખવી કે કેમ એ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. Gujarat high court news

અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અરજદારે હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માંગ કરી હતી કે, વર્ચ્યુઅલ સુનાવણીમાં કેસ સાથે સંકળાયેલા વકીલોને જ વીડિયો લિંક મોકલવામાં આવે છે. જેથી લૉ – વિધાર્થી, મીડિયા અને જાહેર પ્રજા સુનાવણી સાંભળી શકતા નથી. અરજદારે જાહેરહિતની અરજીમાં રજૂઆત કરી છે કે CRPCની કલમ 327 અને CPCની કલમ 153 (બી) મુજબ કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ થવું જોઈએ. બોમ્બે હાઈકોર્ટ, કલકત્તા હાઇકોર્ટ, દિલ્હી હાઈકોર્ટમાં પણ કેટલાંક મહત્વપૂર્ણ કેસમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું છે, જેથી ગુજરાત હાઈકોર્ટમાં પણ તેનું અમલ કરવામાં આવે.