Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મસ્જિદમાંથી વિવાદાસ્પદ નિવેદન આપનાર આરોપી સામે પાસાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો

મસ્જિદમાંથી વિવાદાસ્પદ નિવેદન આપનાર આરોપી સામે પાસાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો

0
206

કોરોના લૉકડાઉન દરમિયાન મસ્જિદમાંથી વિવાદાસ્પદ નિવેદન આપનાર આરોપી સામે દાખલ કરવામાં આવેલો પાસા આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. કોરોના લૉકડાઉન દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી સામે પાસાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. Gujarat High Court News

અરજદાર વતી એડવોકેટ મજરખાન પઠાણ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપી સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અથવા કલમો લગાડવામાં આવી છે એ પાસા એકટ હેઠળ ગુનાહિત વ્યક્તિની વ્યાખ્યામાં આવતી નથી. ક્રિમિનલ કેસોને ધ્યાનમાં લેવામાં આવે તો આ કેસથી સમાજ પર કોઈ અસર થતી નથી. Gujarat High Court News

આ પણ વાંચો: અમદાવાદમાં પતિએ પત્નિ અને પુત્ર પર એસિડ એટેક કરતા ઈજાગ્રસ્ત

ગુજરાત હાઇકોર્ટે આરોપી મામદ લુહારનો પાસાનો આદેશ રદ કરતા નોંધ્યું હતું કે આરોપી સામે FIR દાખલ થઈ જતાં તે ગુનાહિત વ્યક્તિ થઈ જતો નથી. કોઈની સામે FIRની નોંધણી અને પબ્લિક ઓર્ડરને સીધા સંબંધ નથી. કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં પક્ષકારો તરફથી કોઈપણ પ્રકારનો જવાબ પણ રજૂ કરવામાં આવ્યું નથી. Gujarat High Court News

ગુજરાત હાઈકોર્ટે પાસા હેઠળ કાર્યવાહી કરનાર સત્તાધીશોની કામગીરીની ઝાટકણી કાઢતા કહ્યું કે જ્યારે પણ આરોપી કે તેના અન્ય કોઈ મિત્ર દ્વારા પાસાના આદેશને પડકારવામાં આવે છે ત્યારે પાસા હેઠળ કાર્યવાહી કરનાર અધિકારીઓની ફરજ છે કે તેના જવાબમાં સોગંદનામું રજુ કરે.

આ પણ વાંચો: પબજીનું ભૂત યથાવત: પિતાએ રૂપિયા આપવાની ના પાડતાં પુત્રનો હિંસક હુમલો

આ કેસના આરોપી મામદ લુહાર સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી FIRમાં નોંધવામાં આવ્યું છે કે કોરોના લૉકડાઉન દરમિયાન 7મી મે ના રોજ આરોપી વહેલી સવારે 2.20 વાગ્યે મસ્જિદમાં કોમી તંગદિલી ઉભી થાય તેવા વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા ત્યારબાદ આરોપી સામે પાસા હેઠસ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પછી તેને સુરત જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.