Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અલગ અલગ મતગણતરીની તારીખને પડકારતી અરજી પર હાઇકોર્ટ આવતીકાલે આપી શકે છે ચુકાદો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અલગ અલગ મતગણતરીની તારીખને પડકારતી અરજી પર હાઇકોર્ટ આવતીકાલે આપી શકે છે ચુકાદો

0
34

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી તારીખ અંગેના ચૂંટણી પંચના પરિપત્રને પડકારતી અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ 19મી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપે તેવી શકયતા છે. Gujarat High Court

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અરજદારોની અરજી ટકવાપાત્ર નહિ હોવાની રજુઆત કરવામાં આવી હતી. Gujarat High Court

ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત સંસ્થા છે અને જો મતગણતરી અલગ અલગ દિવસે થાય તેનાથી કોઈનો બંધારણીય અધિકાર છીનવતો નથી. અરજદારોએ પોતાનો રાજકિય બર લાવવા માટે અરજી કરી હોવાની વાત પણ કરવામાં આવી છે. અલગ અલગ સમયે મતગણતરી થવાથી ચૂંટણી પ્રભાવિત થશે, તેવી અરજદારની પૂર્વ ધારણા પર કોર્ટ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરે તેવી રજુઆત કરવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારની જરૂરિયાત પણ અલગ અલગ હોવાની દલીલ કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી 9મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. Gujarat High Court

ગુજરાત હાઇકોર્ટે અગાઉ અલગ અલગ દિવસે મતગણતરીના નિણર્ય મુદ્દે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે મહાનગર પાલિકા અને પંચાયતની મતગણતરી એક જ તારીખે સાથે રાખવાની રજુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: જિલ્લા તકેદારી સમિતિના પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો Gujarat High Court

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે અને તેની મત ગણતરી પણ બે અલગ અલગ દિવસે થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 6 મહાનગર પાલિકાઓના ચૂંટણીના પરિણામ માટે મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી 2 માર્ચ રોજ હાથ ધરવાના ચૂંટણી પંચના આ નિણર્યને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. Gujarat High Court

અમદાવાદ મહાનગર પાલિકા સહિત મહાનગર પાલિકાઓની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાશે તેવી ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat