Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હવેથી તમામ ચુકાદાઓ ગુજરાતીમાં મળશે : ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ

હવેથી તમામ ચુકાદાઓ ગુજરાતીમાં મળશે : ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ

0
355
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો મહત્વનો નિર્ણય
  • હવેથી હાઇકોર્ટની વેબસાઇટ પર તમામ ચુકાદાઓ ગુજરાતીમાં મુકાશે
  • SCનાં આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટે જિલ્લાની તમામ કોર્ટમાં ઝડપી કેસ ચલાવવાનો આદેશ

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટને લઈને મહત્વનાં સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત હાઈકોર્ટ (gujarat high court) નાં ચીફ જસ્ટિસે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ગુજરાત હાઈકોર્ટના તમામ ચુકાદા ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પર તમામ ચુકાદાઓ હવેથી ગુજરાતીમાં મુકાશે. જેનાંથી હવે કોઈ પણ વ્યક્તિ માટે ચુકાદા વાંચવામાં સરળતા રહેશે. ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસના આ નિર્ણયથી પક્ષકાર અને જાહેર જનતાને મોટો ફાયદો થશે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ (gujarat high court) નાં ચીફ જસ્ટિસે અમદાવાદ સહિત રાજ્યની તમામ કોર્ટને આદેશ કર્યો છે કે, વર્તમાન કે ભૂતપૂર્વ MLA અને સાંસદો સામેના પડતર ફોજદારી કેસની સુનાવણી દરરોજ કરો અને તેની પર વહેલામાં વહેલી તકે નિર્ણય લઈને નિકાલ કરો. જે કોર્ટમાં આ કેસોની દરરોજ સુનાવણી થશે તેના પર મોનિટરીંગ કરાશે. દરેક કોર્ટમાં જો કેસની સુનાવણી મુલતવી રહે છે તો ક્યાં કારણોસર તે મુલતવી રહી છે તેનાં ઉલ્લેખ સાથેનો પ્રોગ્રેસ રિપોર્ટ દર 15 દિવસે હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવાનો રહેશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે ફરી જશે હાથરસ, કહ્યું- ‘વિશ્વની કોઇ તાકાત મને નહીં રોકી શકે’

આ બાબતને ધ્યાનમાં રાખી કયાં વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો સામે ફોજદારી કેસ ચાલી રહ્યાં છે તે અંગેની યાદી બનાવીને હાઈકોર્ટે (gujarat high court) રાજ્યની તમામ કોર્ટને મોકલી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હવે ધારાસભ્યો અને સાંસદોની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રિમ કોર્ટે રાજ્યનાં ધારાસભ્યો અને સાંસદોને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે તમામ ધારાસભ્યો અને સાંસદો સામે થયેલા કેસોને ઝડપી ચલાવવાનો આદેશ કર્યો છે.

રાજ્યની તમામ જિલ્લા કોર્ટને ધ્યાનમાં રાખી હાઈકોર્ટેનાં રજિસ્ટ્રારએ લિસ્ટ જાહેર કર્યું છે. સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટે (gujarat high court) જિલ્લાની તમામ કોર્ટમાં ઝડપી કેસ ચલાવવાનો આદેશ કર્યો છે. એવામાં હાઈકોર્ટે જાહેર કરેલા સાંસદ અને ધારાસભ્યો સામે થયેલા કેસોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ક્રિમિનલ કેસો ચાલતા હોવાની યાદીમાં ધારાસભ્યો અને સાંસદો સામે 92 કેસો હોવાનો ખુલાસો થયો છે. સાથે 50થી વધુ ધારાસભ્યો અને સાંસદોનાં નામ યાદીમાં શામેલ છે.

આ પણ વાંચો: ચોંકાવનારો આંકડો : ગુજરાતમાં માત્ર 1 વર્ષમાં જ 6711 અકસ્માત, જાણો કેટલાં લોકોનાં મોત?