Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના કહેર વચ્ચે ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, એક અઠવાડિયુ બંધ રહેશે કોર્ટ

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, એક અઠવાડિયુ બંધ રહેશે કોર્ટ

0
514

કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત હાઇકોર્ટ પણ એક અઠવાડિયા સુધી બંધ રહેશે. તમામ ફાઇલિંગ ઇમેલ દ્વારા કરવામાં આવશે જેની માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુજરાત હાઇકોર્ટની કામગીરીને લઇ બે બેન્ચની રચના કરવામાં આવશે જેમાં એક સિંગલ જજ અને બીજુ ડિવિજન બેન્ચ હશે. વીડિયો કોન્ફરન્સ/ સ્કાઇપ પર અથવા વોટ્સઅપ પર અથવા કોઇ અન્ય સુવિધાજનક માધ્યમ પર વોઇસ કોલ પર સાંભળવામાં આવશે.

હાઇકોર્ટ દ્વારા કોઇ પણ મામલે તાત્કાલીક, સબંધિત વકીલને સૂચિત કરવામાં આવશે. ભદ્રિશ રાજુ અને હાર્દિક બ્રહ્મભટ્ટ અમારા એસોસિએશનના મહાસચિવ પુરી પ્રક્રિયા સાથે જોડાયેલા રહેશે.

ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત, સુરતમાં 69 વર્ષીય વૃદ્ધાએ ગુમાવ્યો જીવ