Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનામાં સરકારે હેલ્થ ખાતામાં 50% ખાલી જગ્યા ભરવા શું કર્યું? : હાઇકોર્ટ

કોરોનામાં સરકારે હેલ્થ ખાતામાં 50% ખાલી જગ્યા ભરવા શું કર્યું? : હાઇકોર્ટ

0
95
  • ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજીની સુનાવણી દરમ્યાન સરકારની ઝાટકણી કાઢી
  • કોરોના જેવી બિમારીમાં મેડિકલ સ્ટાફ પણ બિમાર પડી જાય, તો સ્ટાફની અછત કેવી રીતે ચાલે : HC
  • ICMRની વારંવાર બદલાતી નીતિને કારણે કોર્ટે નારાજગી વ્યકત કરી

અમદાવાદ : કોરોના મહામારીને ધ્યાને રાખી ગુજરાત હાઇકોર્ટે (gujarat high court) સુઓમોટો અરજીની સુનાવણી દરમ્યાન સરકારને આડેહાથ લીધી હતી. જેમાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી નાખી હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલી 50 ટકા જગ્યા ભરવા શું પગલા લીધાં? તે અંગે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ જગ્યા ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે નહીં? કોરોના જેવી બિમારીમાં મેડિકલ સ્ટાફ પણ બિમાર પડી જાય છે તો બીજી તરફ સ્ટાફની અછત વર્તાય તે કેવી રીતે ચલાવી શકાય? રાજયભરની સિવિલ હોસ્પિટલમાં 50 ટકા તબીબોની જગ્યા ખાલી કેમ રખાઇ છે? સરકારે બનાવેલ 5 સનદી અધિકારીઓએ કોર્ટમાં સિવિલ હોસ્પિટલોની પરિસ્થિતિ સારી હોવાનો રિપોર્ટ આપ્યો છે.

કોવિડ-19 ટેસ્ટિંગ અંગે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચની વારંવાર બદલાતી નીતિને કારણે કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે ટકોર કરી હતી કે, વાંરવાર નીતિઓ બદલવાનો અભિગમ જોખમી છે. ICMRએ પહેલા કોરોનાનાં લક્ષણો ધરાવતા દર્દીના ટેસ્ટ કરવાની નીતિ ઘડી હતી. ત્યાર પછી સુધારો કરીને લક્ષણ ના હોય તેમના પણ કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો. માર્ગદર્શિકામાં વાંરવાર ફેરફારથી તંત્ર અને લોકો પણ મુંઝવણમાં રહે છે. કેમ ICMR અનેક મુદ્દે નીતિ બદલ્યા કરે છે? કોર્ટે ICMRને કોરોના મામલે તેની અંતિમ નીતિની કોર્ટમાં સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: પશ્ચિમની સાથે પૂર્વ વિસ્તારમાં કોરોના પ્રસર્યો, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો

વારંવાર બદલાતી નીતિ સામે કોર્ટેની નારાજગી (gujarat high court)

વી.એસ હોસ્પિટલને પૂરતી સુવિધા નહીં અપાતા સરકાર-મ્યુનિ. પાસે ખુલાસો માગ્યો

વી.એસ હોસ્પિટલ ફરી શરૂ કરવા હાઇકોર્ટમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અરજી કરી છે. તેની અંદર એવી દલીલ કરવામાં આવી હતી કે, સરકાર અને કોર્પોરેશન હોસ્પિટલને પૂરતી સુવિધા આપતી નથી. તબીબોનો પણ અભાવ છે. જેથી કોર્ટે સરકારને વી.એસ હોસ્પિટલની સાચી પરિસ્થિતિ શું છે? તે અંગેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

ફરીથી આ 4 ખાનગી હોસ્પિટલ સાથે MOU (gujarat high court)

મ્યુનિ. એ પાલડીની બોડીલાઇન, રખિયાલ તેમજ સેટેલાઈટની તપન હોસ્પિટલ અને આશ્રમ રોડ પરની એનેક્સ હોસ્પિટલ સાથે ફરી કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતાના MOU કર્યાં જો કે અત્રે નોંધનીય છે કે અગાઉ જુલાઇ મહીનામાં આ 4 હોસ્પિટલ સાથેનાં MOU રદ કરાયા હતાં.

શહેરમાં નવા 164 કેસ અને વધુ 3નાં મોત (gujarat high court)

રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસો હજી પણ ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે એવામાં શહેરમાં કોરોનાના નવા 164 કેસો સામે આવ્યાં છે. જે સાથે કુલ કેસોની સંખ્યા 36706 એ પહોંચી ગઇ છે. જ્યારે 3 દર્દીઓનાં કોરોનાને કારણે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1830 એ પહોંચ્યો છે. શહેરમાં શુક્રવારે 211 જેટલાં દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યારે શહેરમાં કોરોનાના કુલ એક્ટીવ કેસ 3105 છે.

આ પણ વાંચો: અમદાવાદ: પોલીસ સ્ટેશનમાંથી કારની ચોરી,માલિક જ નીકળ્યો ચોર!