Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઇન્કમટેક્સ રિટર્નની વિગતો ન રજૂ કરનાર રાજકીય પાર્ટી સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં PIL

ઇન્કમટેક્સ રિટર્નની વિગતો ન રજૂ કરનાર રાજકીય પાર્ટી સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં PIL

0
95

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2011માં નિયમો જારી કરવામાં આવ્યા હોવા છતાં રાજકીય પાર્ટીઓ દ્વારા વાર્ષિક રિટર્ન અને ઇન્કમટેક્સ રિટર્નની વિગતો રજૂ કરવામાં આવતી નથી તેવા આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ગુજરાતના ચૂંટણી પંચને 15મી ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ 40 જેટલા રાજકીય પક્ષ દ્વારા નોંધણી કરાવવામાં આવી છે, જે પૈકી મોટાભાગના રાજકીય પક્ષોએ નિયમ મુજબ વાર્ષિક રિટર્ન અને ઇન્કમટેક્સ રિટર્નની વિગત રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ રજૂ ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Corona Vaccine : ₹400માં મળશે કોવીશીલ્ડ વેક્સીન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું (લોકલ સેલ્ફ ગર્વમેન્ટ) સંચાલન રાજ્યના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે જે રાજકીય પક્ષો વાર્ષિક રિટર્ન અને ઇન્કમટેક્સ રિટર્નના નિયમોનું પાલન કરતા નથી તેમની નોંધણી રદ્દ કરવામાં આવી જોઈએ.

રાજ્યનો ચૂંટણી પંચ નિયમોનું પાલન થાય તેનું ધ્યાન રાખે અને જે રાજકીય પક્ષ વાર્ષિક રિપોર્ટ અને ઓડિટ રિપોર્ટની માહિતી અત્યાર રજૂ ન કરી હોય તેવા રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવી જોઈએ. રાજ્યનો ચૂંટણી પંચ રાજકીય પાર્ટીઓની ઓડિટ રિપોર્ટ, વાર્ષિક રિટર્ન અને ચૂંટણી ખર્ચની માહિતી તેની વેબસાઈટ પર અપલોડ કરે તેવી પણ માંગ કરવામાં આવી છે.

રાજ્યનો ચૂંટણી પંચ 8 મહાનગરપાલિકોઓની 162 બેઠક, 159 નગરપાલિકોની 4478 સીટ, જિલ્લા પંચાયતની 900 બેઠકો અને અન્ય બેઠકો પર ચૂંટણી યોજવા માટેની જવાબદાર વિભાગ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9