Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > આવતીકાલે ગુજરાતના 450થી વધુ ગામોમાં દલિત કન્યાને પીઠી ચોળવાનો કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ગુજરાતના 450થી વધુ ગામોમાં દલિત કન્યાને પીઠી ચોળવાનો કાર્યક્રમ યોજાશે

0
409
  • દેશમાં એક હજારથી વધુ ગામડાંઓમાં આ રસમ થશે Gujarat na taja samachar
  • હાથરસ ગામની ઘટનાના દેશભરમાં પડઘા પડયા
  • ચપટી હળદર ભેગી કરીને યુ.પી. સરકારને ગંગા નદીમાં પધરાવવા મોકલાશે

મનોજ કે. કારીઆ, અમદાવાદ: યુપી હાથરસ ગામની યુવતી સાથે બનેલી ઘટનામાં યોગી સરકારની અન્યાય અને ભેદભાવભર્યા વલણને લઈને દેશમાં ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેના પડઘા દેશભરમાં પડયા છે. આવતીકાલે 14મી ઓક્ટોબરના રોજ દેશના 1 હજારથી વધુ ગામડાંઓમાં મુત્તક દલિત યુવતીના કપાળે હળદર લગાવીને તેની માતાની ઇચ્છા પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે.

કાર્યક્રમમાં લોકો બે ચપટી હળદર લઈ આવશે Gujarat na taja samachar

આ કાર્યક્રમમાં આવનારા લોકો બે ચપટી હળદર લઇ આવશે. એક ચપટી યુવતીના પ્રતિકાત્મક ફોટાને ચોંટાડશે અને બીજી ચપટી ત્યાં પડેલા ડબ્બામાં નાંખશે.  દેશભરમાંથી ભેગી થનારી ચપટી હળદરમાંથી પ્રતિકૃતિ તૈયાર કરીને યુ.પી.ના મુખ્યમંત્રી યોગીને મોકલવામાં આવશે. તેઓ સરકારી ખર્ચે આ હળદરને ગંગા નદીમાં પધરાવીને યુવતી તથા તેના પરિવારની અંતિમ ઇચ્છા પૂર્ણ કરે તેવી માંગ કરાશે.

આ પણ વાંચોઃ સુરતમાં રેલ્વે ટ્રેક પાસે મહિલા પર દુષ્કર્મ આચરી ઝાડીઓમાં ફેકી દીધાની આશંકા

નવસર્જન ટ્રસ્ટના સ્થાપક માર્ટિનભાઈ મેકવાને જણાવ્યું હતું કે સંસદ પર હુમલો કરનારા અફઝલ ગુરુ. મુંબઇમાં 72 જણાંની હત્યા કરનારા કસાબની અંતિમ ઇચ્છા પણ પૂર્ણ કરવામાં આવી હતી. તેમના ધર્મ પ્રમાણે તેમની અંતિમ વિધિ પણ કરાઇ હતી. તે જ રીતે રાફેલને હિન્દુ શાસ્ત્રોક્ત પ્રમાણે લીબું મરચાં બાંધવામાં આવ્યા હતા.

કસાબની અંતિમ ઇચ્છા પૂરી થાય, પરંતુ દલિતની નહીં

ત્યારે દલિતોની ઇજ્જત નથી હોતી કે તેમની કોઇ અંતિમ ઇચ્છા હોતી નથી એવું છે. આ યુવતી કોઇ ગુનેગાર પણ ન હતી. તેમ છતાં તેની સાથે આવો દુર્વ્યહાર શા માટે કરવામાં આવ્યો. તેની માતા રડતી રડતી કહેતી હતી કે હળદર લગાવવા દો. તે ઇચ્છાને પણ પરિપૂર્ણ કરવામાં આવી ન હતી. હિન્દુ વિધિ પ્રમાણે કુંવારી કન્યાનું મુત્યુ થાય તો તેને હળદી લગાવવામાં આવતી હોય છે.

આ અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા 14 ઓક્ટોમ્બર 1956માં બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલ હોઈ આ દિવસે 14 ઓક્ટોબરના રોજ એક સાથે ગુજરાતના 14 જિલ્લાના 450થી વધુ ગામોમાં અનુકૂળતા મુજબ “પ્રેરણા સભા” યોજીને યુપીની હાથરસની ઘટનાને વખોડી કાઢવામાં આવશે. ત્યારે મહિલાઓ મુતક યુવતીના પ્રતિકાત્મક ફોટાંને ચપટી હળદરથી ચાંદલો કરશે.

આ પણ વાંચોઃ બોર્ડની ચૂંટણી માટે રજૂ કરેલા આવેદનપત્રોમાં જન્મતારીખમાં ભૂલો

બીજી ચપટી હળદર ત્યાં પડેલા ડબ્બામાં નાંખશે. દેશભરમાંથી તમામ ડબ્બાંઓ સાણંદ સ્થિત દલિત શક્તિ કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે. ત્યાં પ્રતિકૃતિ તૈયાર થયા બાદ તે યુ.પી.ના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે.

યુવતીને ભીમ કન્યા નામ અપાશે Gujarat na taja samachar

દલિત કર્મશીલ કિરીટ રાઠોડે જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લાના માંડલ, વિરમગામ, દેત્રોજના જુદા જુદા ગામોમાં પ્રેરણા સભા યોજાશે. આ સભામાં ભોગ બનેલી યુવતીનું નામ ‘ભીમ કન્યા ‘ જાહેર (Gujarat-Hathras protest in new way)કરવામાં આવશે. અને તેના પ્રતિકાત્મક ફોટા ઉપર પીઠીનો ચાંદલો કરીને તેની અંતિમ ઈચ્છા પૂરી કરી મોટી સંખ્યામાં યુવાનો, બહેનો, દીકરીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ કાર્યક્રમને લઇને માંડલ મુકામે એક મીટિંગનું આયોજન થયું હતું. જેમાં અગ્રણીઓ ઈશ્વરભાઈ પરમાર, મિતવર્ધન, ભાવિન સિરેસિયા, નવઘણ પરમાર, મુકેશભાઈ સહિતના લોકો જોડાયા હતા.