Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રુપાણી સરકારે જાહેર કર્યું ₹ 14 હજાર કરોડનું ‘આત્મનિર્ભર પેકેજ’

રુપાણી સરકારે જાહેર કર્યું ₹ 14 હજાર કરોડનું ‘આત્મનિર્ભર પેકેજ’

0
1247

ગાંધીનગર: ગુજરાત સરકારે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગુ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના પગલે મંદ પડેલી રાજ્યની અર્થ વ્યવસ્થાને પુન:પાટા ઉપર લાવવા માટે ગુરૂવારે 14 હજાર કરોડ રૂપિયાના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે.

આ પેકેજ અંતર્ગત કૉમર્શિયલ યુનિટ જેવા કે દુકાનો, ઓફિસો, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ અને નર્સિંગ હોમને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં 20 ટકાની રાહત આપવામાં આવી છે. આ માટે 600 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રેસીડેન્સીયલ પ્રોપર્ટીઓ પર 31-જુલાઈ સુધી ચૂકવવામાં આવનારા 2020-21ના પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકાની રાહત આપવામાં આવી છે.

રૂપિયા 650 કરોડનું પેકેજ વીજ બિલ માટે મૂકવામાં આવ્યું. જેમાં 650 કરોડના વિજબીલ માફ કરવામાં આવશે . આ ઉપરાંત કૉમર્શિયલ વીજ ગ્રાહક અને ઉદ્યોગો માટે લૉ ટ્રાન્સમિશન વીજળી કનેક્શન ધરાવતા ગ્રાહકોને વીજ બિલમાં મેં- મહિનામાં નક્કી કરેલા ચાર્જમાં માફી આપવામાં આવી છે.

► આ ઉપરાંત અન્ય કેટલીક મોટી જાહેરાતો પર એક નજર નાંખીએ તો
→ વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી
→ GIDC માટે 460 કરોડ રૂપિયા ફાળવાયા
→ ખાનગી લક્ઝરી બસ, ટેક્સી અને કૅબનો 6 મહિનાનો રોડ ટૅક્સ માફ
→ ‘આત્મ નિર્ભર પાર્ટ-2’ લોનમાં 1 લાખથી 2.50 લાખ સુધી લોન આપવામાં આવશે
→ આ લોનમાં 4% વ્યાજ સરકાર અને 4% વ્યાજ અરજદાર ચૂકવાના રહેશે
→ લારી અને પાથરણા વાળા ફેરિયાને મોટી છત્રી રાજ્ય સરકાર ફાળવશે
→ આદિવાસી શ્રમિકને પાકું મકાન બનાવવું હોય તો 35000ની લોન આપવામાં આવશે
→ હાઉસિંગ સેક્ટર માટે રૂ. 1000 કરોડની જોગવાઇ
→ સ્વરોજગાર માટે રૂ. 525 કરોડની ફાળવણી
→ શ્રમિક કલ્યાણ માટે રૂ. 466 કરોડની જાહેરાત
→ શ્રમિકોને મકાન બનાવવા સરકાર સહાય આપશે
→ પશુપાલકોને ગાયદીઠ 900 રૂપિયા ચુકવાશે
→ નાના વેપારીઓને 5 ટકા વીજબીલ માફ
→ CM રાહત ફંડમાંથી મહાનગરોને રૂ. 100 કરોડ ફાળવ્યા

જણાવી દઈએ કે, રાજ્ય સરકારે દેશના પૂર્વ નાણાં સચિવ ડૉ હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં રચવામાં આવેલી સમિતિની ભલામણોના આધારે આ જાહેરાત કરી છે. આ સમિતિએ પોતાનો અંતિમ રિપોર્ટ ત્રણ દિવસ પહેલા જ રાજ્ય સરકારે સોંપી દીધો હતો.

મંદિરોમાં મૂર્તિને સ્પર્શવા અને પ્રસાદ વિતરણ પર રોક, સ્વાસ્થ્ય મંત્રાલયની નવી SOP જાહેર