Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દીવાળી પછી સ્કૂલો ખોલવા રાજ્ય સરકારની તૈયારી, વાલીઓને અપાશે બે વિકલ્પ

દીવાળી પછી સ્કૂલો ખોલવા રાજ્ય સરકારની તૈયારી, વાલીઓને અપાશે બે વિકલ્પ

0
113
  • પ્રથમ તબક્કે ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરાશે, જ્યારે પ્રાથમિક શાળાઓ હાલ નહીં ખુલે
  • સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવાશે

School Reopen In Gujarat: કોરોના કાળમાં સ્કૂલો ક્યારે ખુલશે? તે અંગે ચાલતી અટકળો વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યાં છે. કોરોના સંક્રમણને (Corona Virus) જોતા સ્કૂલો 6 મહિનાથી બંધ છે, ત્યારે ગુજરાત સરકારે (Gujarat Govt) દીવાળી બાદ સ્કૂલો ખોલવાની (School Reopen) તૈયારી કરી લીધી છે.

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્ય સરકારે આગામી 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ (School Reopen) કરવાની તૈયારી કરી લીધી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલવા કે કેમ? આ માટે વાલીઓને બે વિકલ્પો આપવામાં આવશે. જેમાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માંગે છે કે હજું પણ ઓનલાઈન અભ્યાસ (Online Education) કરાવવા ઈચ્છે છે?

શિક્ષણ વિભાગે તબક્કાવાર સ્કૂલો શરૂ (School Reopne) કરવાનું નક્કી કર્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરાશે. જ્યારે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ જ ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવામાં આવી શકે છે.

સ્કૂલો ખોલવામાં (School Reopen) આવ્યા બાદ પણ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) ફરજિયાત પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે 50 ટકા હાજરી સાથે જ સ્કૂલો શરૂ કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓને વારા પ્રમાણે સ્કૂલે બોલાવામાં આવશે. તાજેતરમાં જ રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વચ્ચે સ્કૂલો શરૂ કરવા મામલે એક બેઠક મળી હતી.

રાજયના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, સ્કૂલ સંચાલકો સાથે બેઠકનો એક રાઉન્ડ પૂરો થયો છે. હજુ લાગતાવળગતા તમામ લોકો સાથે વધુ વાટાઘાટો કરવામાં આવશે અને પછી જ અંતિમ નિર્ણય લેવાશે. જે બાદ સ્કૂલો ફરી ખોલવા માટેની SOP બહાર પાડવામાં આવશે.

તાજેતરમાં જ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, સ્કૂલો ખોલવા (School Reopen) બાબતે સરકાર લાગતાવળગતા તમામ લોકો સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે. સ્કૂલો ફરી ખોલવી કે કેમ? તેનો નિર્ણય આરોગ્ય વિભાગની સલાહ બાદ જ લેવામાં આવશે.

આ પણ વાંચો: બિહાર ચૂંટણી સમયે જ મેહબૂબા મુફ્તીને મુક્ત કેમ કરાયા? કોંગ્રેસનો ભાજપને પ્રશ્ન

જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે સંક્રમણ ફેલાતુ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગત માર્ચ મહિનાના અંતથી સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ છેલ્લા 6 મહિનાથી સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાઈ રહ્યો છે. હજુ પણ રાજ્યમાં દરરોજ 1000થી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે, ત્યારે આવા સમયે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલશે કે કેમ? તે તો આવનારો સમય જ કહેશે.