Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખાનગી હોસ્પિટલોને સરકારનો આદેશ, 50% બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખો

ખાનગી હોસ્પિટલોને સરકારનો આદેશ, 50% બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખો

0
175

ગાંધીનગર: ભારત સહિત સમગ્ર ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર પણ કોરોનાના કેસો ઘટાડવા માટે જરૂરી પગલા લઈ રહી છે. જે અંતર્ગત આજે રાજ્યની ખાનગી હોસ્પિટલોને 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એપેડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલો માટે આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્યની 20 કે તેથી વધુ બેડ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમને 50 ટકા પથારીઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમતે ફાળવવાની રહેશે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાથી સંક્રમિતોનો આંકડો 15562 પર પહોંચ્યો છે, જ્યારે અત્યાર સુધી કુલ 962 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. આ સિવાય 8001 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલો માટે આ ખાસ આદેશ જાહેર કર્યો છે.

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં 7466 નવા કેસ, 175ના મોત