Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હાઈકોર્ટની ફટકાર બાદ આરોગ્ય વિભાગનો નિર્ણય, ખાનગી લેબમાં કોરોના ટેસ્ટને લઈને પરિપત્ર જારી

હાઈકોર્ટની ફટકાર બાદ આરોગ્ય વિભાગનો નિર્ણય, ખાનગી લેબમાં કોરોના ટેસ્ટને લઈને પરિપત્ર જારી

0
217

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોરોના ટેસ્ટને લઈને વિપક્ષે સરકારને આડેહાથ લીધી હતી. ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ખાનગી લેબમાં કોરોના વાઈરસના ટેસ્ટ કરાવવા માટે અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી કરતા હાઈકોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, કોરોનાનો ટેસ્ટ કરવા માટે કોઈની મંજૂરી જરૂરી નથી. માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે પણ ખાનગી લેબના કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી શકે છે.

જેને પગલે આજે રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટ અંગેને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જો કોઈ પણ દર્દી રિપોર્ટ કર્યા બાદ પોઝિટિવ આવે છે, તો તેણે ડોક્ટરની સાથે આરોગ્ય અધિકારીને સૂચિત કરવાના રહેશે. વ્યક્તિની તમામ વિગતો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એપ્લિકેશન પર અપલોડ કરવાની રહેશે.

આ પરિપત્ર પ્રમાણે, કોરોનાનો ટેસ્ટ હવે ખાનગી લેબમાં કરવામાં આવી શકે છે. આ માટે કોઈની પૂર્વ મંજૂરી જરૂરી નહી રહે. ખાનગી ડૉક્ટરો અને લેબને ઈ-મેઈલથી જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવાની રહેશે. આટલુ જ નહીં, દર્દીને સરકાર દ્વારા માન્ય મોબાઈલ એપ્લિકેશન પર પણ વિગતો અપલોડ કરવાની રહેશે.

પરિપત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ દર્દીને કોરોના સંક્રમણના શંકાસ્પદ લક્ષણોના આધારે ટેસ્ટ કરાવવાની જરૂરિયાત જણાય, તો તેને દાખલ થવું પડશે અને દર્દીને ત્યારે જ રજા આપવામાં આવશે, જ્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવે.

ICMRના દિશાનિર્દેશ ઉપરાતં જો કોરોના ટેસ્ટ કરવાનો થાય, તો હોસ્પિટલના ડૉક્ટરને સોલા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની મંજૂરી લેવાની રહેશે. આ મંજૂરી અધિકારી દ્વારા માન્ય કરવામાં આવ્યાના 24 કલાક સુધી જ માન્ય રહેશે.

ગુજરાત પરથી ‘નિસર્ગ’ની ઘાત ટળી છતાં સંભાવિત અસરને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ