Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાત: ગુનાહિત ઈતિહાસ ધરાવતા MLAને બનાવાયા પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીના સભ્ય

ગુજરાત: ગુનાહિત ઈતિહાસ ધરાવતા MLAને બનાવાયા પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીના સભ્ય

0
195

ગાંધીનગર: ગુજરાત સરકારે (Gujarat Govt) રાજ્યના 26 જિલ્લાઓમાં 46 ધારાસભ્યોને ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથૉરિટી (જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્ર)ના સભ્ય બનાવ્યાં છે. જણાવી દઈએ કે, આ ઓથૉરિટી ગુજરાત પોલીસ એક્ટ 2007 અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં સ્થાપવામાં આવશે.

જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્રમાં જે ધારાસભ્યોની નિમણૂંક કરવામાં આવી છે, તેમાં સૌથી ચોંકાવનારું કોઈ નામ હોય, તે NCP ધારાસભ્ય કાંધલ જાડેજાનું છે. કાંધલ જાડેજા પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

આ પણ વાંચો:  મોટી રાહત: ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતના વ્હીકલ ડૉક્યુમેન્ટ્સની વેલિડિટી વધી

ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજા “ગૉડમધર”ના નામે જાણીતા સંતોકબેન જાડેજાના પુત્ર છે. કાંધલ વિરુદ્ધ 15 ગંભીર પ્રકારના ગુનાહિત કેસ દાખલ થયેલા છે. આજ કાંધલ જાડેજાને પોરબંદર જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્રના સભ્ય બનાવવામાં આવ્યા છે.

“ગૉડમધર” સંતોકબેન જાડેજાના મોટા પુત્ર કાંધલ જાડેજા વિરુદ્ધ બંદૂક તાણવી, વિસ્ફોટકો રાખવા, ખંડણી ઉઘરાવવી, મારામારી અને પોલીસ જાપ્તામાંથી ફરાર થવા જેવા અનેક કેસો નોંધાયેલા છે.

શું છે આ જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્ર?
જિલ્લા પોલીસ ફરિયાદ કેન્દ્ર એ પ્લેટફોર્મ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ જઈને જિલ્લાના ઈન્સ્પેક્ટર રેન્ક સુધીના કોઈ પણ પોલીસ કર્મચારીની ફરિયાદ કરી શકે છે. ગુજરાત સરકારે ધારાસભ્યોની આ નિમણૂંક 19 ઓગસ્ટે કરી છે. જે ધારાસભ્યોની નિમણૂંક કરવામાં આવી છે, તેમાં વિપક્ષ કોંગ્રેસના પણ ત્રણ ધારાસભ્યો સામેલ છે.