Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અનલોક 2માં હોટલ-રેસ્ટોરન્ટ માલિકોને મળી છુટ, કરફ્યુના સમયમાં કર્યો ઘટાડો

અનલોક 2માં હોટલ-રેસ્ટોરન્ટ માલિકોને મળી છુટ, કરફ્યુના સમયમાં કર્યો ઘટાડો

0
762

રાજય સરકારે 1 જુલાઈથી અનલોક 2નો પ્રારંભ કરી દીધો છે. જેથી સીએમ રુપાણીએ રાજયની તમામ દુકાનોને રાત્રીના સમયમાં 1 કલાકનો વધારો આપી દેતા વેપારીઓમાં આંનદ જોવા મળી રહ્યો છે. જયારે હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવા માટેની છુટછાટ આપી છે.

રાજયમાં આગામી 1 જુલાઈથી અનલોક 2નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ અનલોક 2માં રુપાણી સરકારે હોટલ માલિકો અને રેસ્ટોરન્ટ માટે રાત્રે 9 વાગ્યા સુધી છુટછાટ આપી છે. જો કે, અનલોક 1માં દુકાનોને 7 વાગ્યાની છુટ આપી હતી પરતું તેઓને પણ હવે 8 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા માટેની છુટ આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે.

આ પણ વાંચો: VIDEO: ગોધરાકાંડમાં નરોડા પાટિયા કાંડનાં તહોમતદાર અને નિર્દોષ છૂટેલા પર હુમલો

આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અનલોક-2 અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ સિવાય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે રાજ્યમાં અમલીકરણ માટે અંતિમ નિર્ણય આજે મોડી સાંજે રાજ્ય સરકાર જાહેર કરાશે તેવું જણાવાયું હતું.

મહિને લાખોની કમાણી કરનાર હજારો TikTok સ્ટાર બન્યા બેરોજગાર