Gujarat Exclusive > દેશ-વિદેશ > લેન્ડ ગ્રેબિંગ એકટના નામે ગુજરાત સરકારની ગરીબો-અમીરો પ્રત્યે બેવડી નીતિ: અર્જુન મોઢવાડીયા

લેન્ડ ગ્રેબિંગ એકટના નામે ગુજરાત સરકારની ગરીબો-અમીરો પ્રત્યે બેવડી નીતિ: અર્જુન મોઢવાડીયા

0
1
  • સરકારી જમીન ઉપર 50-100વારનું રહેણાંક દબાણ હોય તો લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવનારી ભાજપ સરકાર AMNS જેવા રાજ્યના સૌથી મોટા લેન્ડ ગ્રેબરને લાલ જાજમ પાથરીને નહીંવત કિંમતે દબાણ નિયમિત કરી દે છે : અર્જુન મોઢવાડીયા
  • AMNS સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવવા અને સામાન્ય માણસો પાસેથી વસુલાતો ભાવ AMNS પાસેથી વસુલો : અર્જુન મોઢવાડીયા
  • AMNSના સમગ્ર લેન્ડ ગ્રેબીંગ અને જમીન ફાળવણી કૌભાંડની હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે તપાસ કરો : અર્જુન મોઢવાડીયા

ગાંધીનગર: સરકારી જમીન પર ઝૂંપડું બાંધીને રહેતા ગરીબ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરતી સરકાર મસમોટી કંપનીઓના જમીન પરના દબાણો કરનારને રેગ્યુલર કરી આપવાની સાથે કરોડો રૂપિયાનો લાભ પણ કરાવતી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કર્યો છે. AMNS સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવવા અને સામાન્ય માણસો પાસેથી વસુલાતો ભાવ AMNS પાસેથી વસુલવાની સાથે
AMNSના સમગ્ર લેન્ડ ગ્રેબીંગ અને જમીન ફાળવણી કૌભાંડની હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે તપાસ કરવા માંગણી કરી છે.

તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સુરતના હજીરા ખાતેની આર્સેલર મીત્તલ-નિપોન સ્‍ટીલ કંપનીએ કરેલું સરકારી જમીન ઉપરનું દબાણ હટાવવા અને પ્રદૂષણ ઉપર નિયંત્રણની કાર્યવાહી કરવાને બદલે ભાજપની ભ્રષ્‍ટાચારી ગુજરાત સરકારે પોતાના મળતીયા ઉદ્યોગ ગૃહ આર્સેલર મિત્તલ-નિપોન સ્‍ટીલ-AMNSને 24 લાખ 77 હજાર ચોરસ મીટર જમીન કાયદા કાનુનને નેવે મુકીને પાણીના ભાવે મુલ્‍યાંકન કરીને રૂ. 9, 681 કરોડનું કૌભાંડ કરવા જઈ રહી હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દસ્‍તાવેજી પુરાવાઓ સાથે આક્ષેપ કર્યો હતો.

અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્‍યું હતું કે સામાન્‍ય નાગરીકે 100-200 વારનું દબાણ કર્યું હોય તો તેમને લેન્‍ડ ગ્રેબીંગમાં ફીટ કરીને જેલમાં ધકેલી દેનાર ભાજપની સરકાર વિદેશી આર્સેલર મિત્તલ-નિપોન સ્‍ટીલ-AMNSનું લાખો ચોરસ મીટરનું દબાણ નિયમિત કરીને નિયમ વિરૂધ્‍ધ અને કલેકટરના અધ્‍યક્ષપદ હેઠળની જમીનનું મુલ્‍યાંકન કરનારી ડીસ્‍ટ્રીકટ લેન્‍ડ વેલ્‍યુએશન કમીટીની ભલામણોને ફગાવીને મનઘડંત રીતે ભાવો નક્કી કરીને AMNSને રૂ. 9, 861 કરોડનો ફાયદો કરાવવાની કાર્યવાહી જેટ ઝડપે ચાલી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, AMNSને અગાઉ 72.48 હે. જમીન રૂ. 700 પ્રતિ ચો.મી.ના એડહોક ભાવે અને વેલ્‍યુએશન કરાવીને જમીનના જે બજાર ભાવ નક્કી થાય તે મુજબના ભાવ આપવાની શરતે રાજ્ય સરકારે આગતરો કબ્‍જો સોંપેલ હતો. સદરહુ જમીનમાં AMNSએ દબાણ કરેલ એડહોક વેલ્‍યુએશનના અઢીગણા લેખે ચુકવણું કરીને સદરહુ જમીન પેટે રૂ. 127 કરોડ એડહોક ધોરણે ભરેલ હતા. પરંતુ 72. 48 હે. જમીનનું કલેકટરના અધ્‍યપક્ષદ હેઠળની ડીસ્‍ટ્રીકટ લેન્‍ડ વેલ્‍યુએશન કમીટીએ 2014 માં વેલ્‍યુએશન કરતાં રૂ.16520 પ્રતિ ચો.મી. થયેલ હતું. છતાં AMNSએ હજુ સુધી આ જમીનના તફાવતનાં નાણા ભરેલ નથી. એટલે વિલંબિત ચુકવણા ઉપર વ્‍યાજ અને સરકારના નવા નિયમ મુજબ- 2022નો ભાવ ભરવાનો થાય. પરંતુ રાજ્ય સરકાર આ કિસ્‍સામાં જીલ્‍લા મુલ્‍યાંકન સમિતિની ભલામણો ગેરકાનુની રીતે ફગાવીને રૂ. 16520ની જગ્‍યાએ માત્ર રૂ.1000 કરી દેવા માગે છે અને અગાઉ ભરેલ રૂ. 700 ચો.મી. દરનાં બાકી રહેતા વધારાના રૂ.300 ના અઢી ગણા લેખે ભરાવીને તે હિસાબે માત્ર રૂ. 54 કરોડ વધારાના ભરાવીને રૂ.127 + 54 =રૂ.181 ભરવાનું જણાવે છે. હવે જો મુલ્‍યાંકન સમિતિના આધારે વ્‍યાજ સહિત વસુલાત કરવામાં આવે તો રૂ. 2993.40 કરોડ 2014 માં ભરવાના હતા. આગોતરા કબજા વખતે ભરેલ રકમનું બાદ કરીએ તો 2812. 43 કરોડ 2014માં ભરવાના થાય. પરંતુ 2021 સુધીનું વ્‍યાજ 2362.44 આજની તારીખે કુલ વ્‍યાજના થાય. એટલે કે 5174.87 ભરવાના રહે. પરંતુ રાજ્ય સરકાર કુલ માત્ર રૂ. 181 કરોડ ભરાવવા માગે છે જેનાથી રૂ.4993.80 કરોડનો સીધો ફાયદો AMNSને કરાવવા માગે છે. એટલે કે, AMNSને સીધો ફાયદો રૂ. 4993.80 કરોડનો થાય છે.

તે જ રીતે 22.47 હેકટર જમીન સરકારે અગાઉ નાની સહકારી મંડળીઓને નવી શરતથી આપી હતી. આ જમીન શરત ભંગમાં જતાં શ્રીસરકાર થયેલી છે. આ જમીન ઉપર AMNS એ જુદાં-જુદાં બાંધકામો કરીને દબાણ કરેલ છે. આ જમીન વિવાદમાં AMNSએ સહકારી મંડળીઓ સાથે ‘પતાવટ’ કરેલી છે તથા તેના ઉપરનાં બાંધકામનું દબાણ પોતાનું નથી એવું દર્શાવીને સદરહુ જમીન કોઈપણ રકમ ચુકવ્‍યા વગર પોતાને સોંપી દેવાની AMNS એ માગણી કરેલી છે. હકીકતે આ જમીનનું 2014નું મુલ્‍યાંકન પણ રૂ. 16520 થાય છે. 2020 સુધી 12 ટકા ક્રમિક વધારો ગણીએ રૂ. 30397 ચો.મી. ભાવ થાય. ઉપરથી

કંપનીએ સદરહુ જમીન ઉપર દબાણ કરેલ હોય તેના બજાર ભાવના 2.5 ગણા લેખે રકમ ચુકવવાની રહે છે તે મુજબ 75,992. 50 ચો.મી. લેખે AMNS એ ચુકવણું કરવાનું રહે છે. પરંતુ AMNSના જમીન પર ફક્ત 190.34 કરોડમાં ફાળવવા માંગે છે અને તે અનુસાર દરખાસ્‍ત સરભર માટે મગાવવામાં આવેલ છે.

AMNS એ કુલ ચુકવવાપાત્ર રકમ 1707.55 કરોડ થાય છે. પરંતુ AMNS આ રકમ ચુકવવાનો ઈન્‍કાર કર્યો છે.

આ ઉપરાંત AMNS એ 72.64 હેકટર અને 80.16 હેકટર મળીને કુલ 152.80 હેકટર જમીન ફાળવવા માટે નવી અરજી કરેલી છે. આ જમીન ઉપર જીંગા ફાર્મ આવેલાં હતાં. સરકારે સદરહુ જમીન AMNSને ફાળવવાની કાર્યવાહી કરતાં ફાર્મ માલિકોએ હાઈકોર્ટમાંથી જીંગા ફાર્મ તોડવા સામે સ્‍ટે મેળવેલ છે. પરંતુ સ્‍ટેની પ્રક્રિયાપૂર્ણ થયા પછી આ જમીન AMNSને સોંપવાની ભલામણ ચાલી રહી છે તે મુજબ રાજ્ય સરકારે નવું 2020 માં મુલ્‍યાંકન રૂ. 8471 કરેલ છે. હકીકતે આજ જમીનનું જીલ્‍લા લેન્‍ડ વેલ્‍યુએશન કમીટીએ 2014 માં રૂ. 16,520 મુલ્‍યાંકન કરેલું. તેમાં 12 ટકાનો વાર્ષિક ક્રમિક વધારો ગણવાનો રહે છે તે મુજબ રૂ. 30. 397 ચો.મી. ગણવાના રહે છે.
સરકારની નવી દરખાસ્‍તને કારણે રાજ્યની તિજોરીને રૂ.3350.66 કરોડનું નુકશાન જાય તેમ છે.

અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકાર પ્રવર્તમાન નિયમ મુજબ જમીન મુલ્‍યાંકન કરીને ગણતરી કરવામાં આવે તો રાજ્ય સરકારને રૂ. 9861.74 કરોડનું નુકશાન થવાનો અને મતળીયા ઉદ્યોગ ગૃહ AMNSને ફાયદો થતો હોવાનું તારવ્‍યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat