Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ થકી આઠ મહિનામાં ₹11,423 કરોડ ઉઘરાવ્યા

ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ થકી આઠ મહિનામાં ₹11,423 કરોડ ઉઘરાવ્યા

0
57

પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટતાં ભાજપ સરકાર અને સમર્થકો વાહવાહી લૂંટી રહ્યા છે પણ અસલમાં ગુજરાત સરકારે માત્ર આઠ મહિનામાં જ પેટ્રોલ ડિઝલના વેટ પેટે 11,423 કરોડ જેટલી માતબર રકમ ગુજરાતની જનતાના ખિસ્સામાંથી સેરવી લીધી છે.

કેન્દ્ર સરકારે ટેકસ ઘટાડતા પેટ્રોલ- ડિઝલ સસ્તા થયા છે જેની વાહવાહી લૂંટવામાં આવી રહી છે પણ વાસ્તવિકતા તેવી છે કે, કેન્દ્ર જ નહીં, રાજ્ય સરકાર પણ ટેક્સ ઘટાડે તો હજુય ગુજરાતની જનતાને સસ્તુ પેટ્રોલ-ડિઝલ મળી શકે છે. આજેય ગુજરાતને વર્ષે દહાદે પેટ્રોલ અને ડિઝલના વેટની રકમ પેટે 1500 કરોડથી વધુની આવક થાય છે. ટૂંકમાં પેટ્રોલ ડિઝલના વેટની રકમથી સરકારની તિજોરી છલકાઇ છે.

લોકોની માંગ છેકે, માર્ચ-મે 2020માં પેટ્રોલના ભાવમાં 13 રૂપિયા અને ડિઝલના ભાવમાં 16 રૂપિયાનો વધારો કરાયો હતો. તે ભાવવધારો સરકારે રદ કરવો જોઇએ. ભાજપ સરકારે વર્ષ 2021માં છેલ્લા છ માસમાં 57 વખત પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો કર્યો હતો. ગુજરાતમાં ય પેટ્રોલ-ડિઝલ પર 25 ટકા વેટ લેવાય છે. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલમાં 8321.96 કરોડ અને ડિઝલ પર 18530 કરોડ રૂપિયા વેટ વસૂલી જનતા પાસેથી નાણાં વસૂલ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat