Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આરોગ્ય તંત્રના નિવુત્ત થયેલા કે થનારા તબીબી/ ટેકનીકલ-નોન ટેકનીકલ સહિતના અધિકારી-કર્મચારીની સેવાઓ ચાલુ રખાશે

આરોગ્ય તંત્રના નિવુત્ત થયેલા કે થનારા તબીબી/ ટેકનીકલ-નોન ટેકનીકલ સહિતના અધિકારી-કર્મચારીની સેવાઓ ચાલુ રખાશે

0
38
  • 30 એપ્રિલ, 2021ના નિવૃત્ત થયેલા અધિકારી-કર્મચારીઓની સેવાઓને પણ આ લાભ મળવાપાત્ર થશે

  • પંચાયત – શહેરી વિકાસ વિભાગ અંતર્ગતના આવા સેવારત આરોગ્ય અધિકારી-કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યના આરોગ્ય તંત્રમાં ઉપલબ્ધ માનવબળ આરોગ્યકર્મીઓની સેવાઓ સતત મળતી રહે તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ રાજયના આરોગ્ય તંત્રના તબીબી, ટેકનીકલ તથા નોન ટેકનીકલ સહિતના તમામ અધિકારી- કર્મચારીઓ જે 30 એપ્રિલથી 30 જૂન દરમિયાન નિવુત્ત થવાના છે તેમની સેવાઓ 31 જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.

કોરોનાના કારણે સર્જાયેલી આરોગ્યલક્ષી સેવાઓની કટોકટીને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારની કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર હાલ રાજ્યના આરોગ્ય તંત્રના તબીબી/ ટેકનીકલ/ નોન ટેકનીકલ સહિત તમામ અધિકારી-કર્મચારીઓ જે 30 એપ્રિલ, 2021થી 30 જૂન, 2021 દરમિયાન નિવૃત્ત થઇ રહ્યા છે કે થવાના છે તેમની સેવાઓ તા. 31 જુલાઇ, 2021 સુધી લંબાવવામાં આવશે.

જે અધિકારી-કર્મચારીઓના તા. 30 એપ્રિલ, 2021ના નિવૃત્ત થવાના હુકમો થઈ ગયા છે તે પણ રદ ગણીને તેમની સેવાઓ પણ 31 જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે.

મુખ્યમંત્રીએ એમ પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના પંચાયત અને શહેરી વિકાસ વિભાગ અંતર્ગતના આવા સેવારત આરોગ્યઅધિકારી-કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળશે

પોલીસ મહાનિર્દેશક વિનોદ મલ્લ નિવુત્ત થયા

રાજયના પોલીસ મહાનિર્દેશક ( સુધારણાં ) આઇપીએસ વિનોદુકમાર મલ્લ આજે તા.30મી એપ્રિલના રોજ વયનિવુત્ત થયા છે. 1986 બેંચના અધિકારીની વયનિવુત્તિ બાદ ખાલી પડેલી પોલીસ મહાનિર્દેશક ( સુધારણાં )ની જગ્યાને અધિક પોલીસ મહાનિર્દેશક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરીને આ જગ્યાનો વધારાનો હવાલો અધિક પોલીસ મહાનિર્દેશક ( તપાસ ) આઇપીએસ આર.બી. બ્રહ્મભટ્ટને તેઓની હાલની ફરજો ઉપરાંત અન્ય હુક્મો ન થાય ત્યાં સુધી સોંપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat