Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શું સરકારની ગાઇડલાઈન ફકત મજૂર અને ગરીબ માટે?

શું સરકારની ગાઇડલાઈન ફકત મજૂર અને ગરીબ માટે?

0
184

શાહબાઝ શેખ,અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળતા સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા પણ સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ સરકારની ગાઈડલાઈનની એસી-તૈસી કરી નેતાઓ રેલી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગાંધીનગરમાં કોંગ્રેસે કૃષિ બિલના વિરોધમાં સત્યાગ્રહ છાવણી થી રાજભાવન સુધી કૂચ કરવાનું શરૂ કર્યું ત્યારે પોલીસે તમામ નેતાઓની ધરપકડ કરી ત્યારે નેતાઓ અને પોલીસ વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

આમ પોલીસ ગરીબ,મજૂર નોકરીથી ઘરે આવી રહ્યો હોય ત્યારે જો તેની પાસે કોઈ કરણસર માસ્ક ન હોય તો તેને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ વિધાનસભામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની અવાજ ઉઠાવનારી કોંગ્રેસ જાતે સોશિયલ ડિસ્ટનસનું ભાન ભૂલી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું હતુ. જો હવે જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થશે તો તેના માટે જબાવદાર કોણ હશે?

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસી MLAના રાજીનામાં બાદ ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરે By Election

થોડાક દિવસ પહેલા ગુજરાતના નવા નિમાયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ઘણી એવી જગ્યાઓ પર મસમોટી રેલીઓનું આયોજન કરાયુ હતું. તે રેલીમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા અને કોંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સના ના હોવાના આરોપ લગાવ્યા હતા અને કોરોના વધશે તેવું જણાવ્યું હતું. પરંતુ ખુદ કોંગ્રેસના આગેવાન માસ્ક અને સોશિયલ ડિસ્ટનસનું ભાન ભૂલી જનતા સામે કૃષિ બિલ અંગે વિરોધ કર્યું.

શુ સરકાર કોરોનાની ગાઇડલાઈન મજૂર અને ગરીબ માટે લાવી છે..? કારણ કે આ તંત્ર હજુ નેતાઓને મેમો કેમ નથી ફાળતું..!!? ત્યારે એક ગરીબ પોતાના પેટ માટે નોકરીથી આવતો હોય તેને આ તંત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારે છે. ત્યારે જો ગઈ કાલે કૃષિ બિલમાં પોલીસે કોરોનાની ગાઇડલાઈન પ્રમાણે કોંગ્રેસના આગેવાન સહિત કાર્યકર્તાઓને એક એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હોત તો આજે કરોડો રૂપિયાની કમાણી આ તંત્ર ને થઈ હોત.