Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતમાં સરકારની વિવિધ કેડરની ભરતીની હાલમાં કેવી છે વાસ્તવિક સ્થિતિ?

ગુજરાતમાં સરકારની વિવિધ કેડરની ભરતીની હાલમાં કેવી છે વાસ્તવિક સ્થિતિ?

0
641
  • કોરોનાના કારણે રાજ્યમાં લાખો લોકોની આર્થિક પરિસ્થિતિ બેહાલ
  • બેરોજગાર યુવાનોને રોજગારી પુરી પાડવા પરેશ ધાનાણીની CM રૂપાણીને પત્ર લખીને માંગણી

મનોજ કે. કારીઆ, અમદાવાદ : કોરોનાના કારણે રાજયમાં લાખો લોકોએ રોજગારી ગુમાવી છે. લોકોની આર્થિક પરિસ્થિતિ બેહાલ થઇ ગઇ છે. બેરોજગારીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકારે તાત્કાલિક નિમણૂંક આપવાની બાકી હોય તેવા ઉમેદવારોને તાત્કાલિક નિમણૂંક આપવા અને વિવિધ તબક્કે પડતર રહેલી ભરતી પ્રક્રિયા (Gujarat government cadres recruitment) તાત્કાલિક પૂર્ણ કરી બેરોજગાર યુવાનોને રોજગારી પુરી પાડવા માટે જરૂરી કાર્યવાહી સત્વરે કરવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માંગણી કરી છે.

ગુજરાતમાં કેટલી નિમણૂંક કરવાની બાકી છે અથવા તો પછી કેટલીક ભરતી (Gujarat government cadres recruitment) માં પરીક્ષાની તારીખ સુધ્ધાં જાહેર કરાઇ નથી વગેરેની યાદી સાથેની સવિસ્તુત વિગતો સાથેની રજૂઆતમાં ધાનાણીએ કહ્યું છે કે, બિન સચિવાલય કલાર્કની રદ થયેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવા, લોકરક્ષક ભરતી તેમ જ સીપીઇએડના ઉમેદવારને લાયકાત મુજબ યાદીમાં સમાવેશ કરવાનો પણ કોઇ નિર્ણય કરાયો નથી.

શું છે વિવિધ કેડરની ભરતીની સ્થિતિ ?

ગુજરાત સરકાર દ્રારા વિવિધ કેડરની ભરતી કરવા માટે જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાત સંદર્ભે કેટલીક પરીક્ષાઓ લેવામાં આવી છે. પણ પેપર ફૂટી જવાના કારણે તો કેટલીક અન્ય કારણોસર ભરતી અટકી પડી છે. કેટલી પરીક્ષામાં નિમણૂંક આપવાની, પરિણામ જાહેર કરવાનું કે પછી ફોર્મ ભરાયા હોય પરંતુ પરીક્ષા કે ઇન્ટરવ્યુની તારીખ જાહેર કરવાની બાકી હોય તેવી વિવિધ સંવર્ગની ભરતીઓ તથા તેની જગ્યાઓની વિગતો આ રહી…

આ પણ વાંચોઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના

નિમણૂંક આપવાની બાકી હોય તેવી ભરતીની યાદી

વિવિધ સંવર્ગની આઠ પરીક્ષાઓ યોજવામાં આવી છે. તેમાં નિમણૂંકો બાકી છે. તેમાંય એસ.આર.પી.ની 1168 જગ્યાઓમાં તો વેઇટીંગ લિસ્ટ અપડેટ કરવાનું જ બાકી છે.

નિમણૂંક આપવાની બાકી હોય તેવી ભરતીની યાદી

પરીક્ષાનું નામ કેટલી જગ્યા
લેકચરર/આસી. પ્રોફેસર સંવર્ગ 2 278
ટેટ/1 અને 2 ( શિક્ષણ સહાયક ) 557+ 1239
પી.આઇ. ( બિન હથિયારી) વર્ગ/2 7
આસી. પબ્લીક પ્રોસીક્યુટર, વર્ગ 2 169
સ્ટેશન કંન્ટ્રોલર અને મેઇન્ટેનર 187+28
એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ 104
( શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક )

પરિણામ જાહેર કરવાનું બાકી હોય તેવી ભરતીની યાદી

પરીક્ષા/જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર 2367
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 424
નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર 154

ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2

97
નાયબ મેનેજર (જીએસસીએસસીએલ) 19
લેબોરેટરી ટેક્નિશીયન 16
હિસાબી અધિકારી, ગુજરાત હિસાબી સેવા વર્ગ 2 40
આસી.મેનેજર,ડેપો મેનેજર, સીની.આસી. અને આસી. ડેપો મેનેજર 137
જમાદાર, નશાબંધી નિરીક્ષક 16
કાર્યાપાલક અધિક્ષક, કચેરી અધિક્ષક, અધિક્ષક 20
GSRTC , ટ્રાફિક કંટ્રોલર 65
બાગાયત અધિકારી, વર્ગ 2 61
ચીફ ઓફીસર વર્ગ 3 15
પ્રોબેશન ઓફીસર, વર્ગ 3 9

ફોર્મ ભરાયું હોય પરંતુ પરીક્ષા/ઇન્ટરવ્યુ બાકી હોય તેની યાદી

પરીક્ષા/ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
બિન સચિવાલય ક્લાર્ક 3901
જીપીએસસી/ ઇલેકટ્રીક આસીસ્ટન્ટ 8
આદિજાતિ વિકાસ અધિકારી 114
તલાટી જુનિયર ક્લાર્ક 2949
વન રક્ષક 334
GSRTC / કડંકટર 2389
GSRTC / હેડ આર્ટ/લીંડીગ એન્ડ મીકેનીક 11
GSRTC / ક્લાર્ક 93
ફાર્માસીસ્ટ 115
PGVCL જુનિયર આસિસ્ટન્ટ 881
MGVCL જુનિયર આસિસ્ટન્ટ 246
UGVCL  જુનિયર આસિસ્ટન્ટ 478
DGVCL જુનિયર આસિસ્ટન્ટ 482
સ્ટાફ નર્સ 1045
JMC MPHW & FHW વર્ગ 3 120
GMC MPHW & FHW વર્ગ 3 45
AMC MPHW & FHW વર્ગ 3 384
RMC MPHW & FHW વર્ગ 3 93
લેબ આસિસ્ટન્ટ 116
સીનિયર ક્લાર્ક 431
GPSC એગ્રીકલ્ચર ઓફિસર 92
GPSC PI 40
GMDC પ્રોગ્રામર સહાયક 12
GSSSB ઓડીટર/એકાઉન્ટન્ટ 30
સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટર વર્ગ 3 243
GSSB Office/ Economic Inves. 4
SMC આસી. ટાઉન પ્લાનર, સુપરવાઇઝર સીવિલ, ટેક્નિકલ આસી. પ્લાનીંગ આસી. 228
કૃષિ ક્લાર્ક 257
GPSC વર્ગ 1 અને 2 120
GPSC આસી. પ્રોફેસર/ અંગ્રેજી 38
GPSC એગ્રીકલ્ચર ઓફીસર 101
સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર ( મેડિકલ, નર્સીગ હેલ્થ એન્ડ સેનેટરી ગ્રુપ ) 33
સિનિયર કલાર્ક વર્ગ 3 6
મોટર વ્હીકલ ઇન્સ્પેકટર 57
આસીસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર 93
એડીશનલ આસી. સિવિલ એન્જીનિયર 106

આ પણ વાંચોઃ વડોદરા એક્સપ્રેસ વે પરથી 1 કરોડના MD ડ્રગ્સ સાથે ASI પકડાયો: 5ની ધરપકડ