Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવાનો આજે અંતિમ દિવસ, બુધવારથી ટેકાના ભાવે ખરીદી શરૂ

મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવાનો આજે અંતિમ દિવસ, બુધવારથી ટેકાના ભાવે ખરીદી શરૂ

0
142
  • આવતી કાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ gujarat government news online
  • મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવાનો આજે છેલ્લો દિવસ
  • મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવાનો આજે છેલ્લો દિવસ

અમદાવાદ : ગુજરાતમાં હવે ચોમાસું વિદાય લેવા જઇ રહ્યું છે ત્યારે મહત્વનું છે કે, અન્ન પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ અગાઉ જાહેરાત કરી હતી કે 21મી તારીખથી મગફળીની ખરીદી (gujarat government buy groundnut) શરૂ થશે. ત્યારે હવે આજે મગફળીનું રજિસ્ટ્રેશન કરાવવાનો છેલ્લો દિવસ છે. બપોરના 3 વાગ્યા સુધી જ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જો કે હવે આવતી કાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવા જઇ રહી છે જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. gujarat government news online

રાજ્ય સરકાર દ્વારા આવતી કાલથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં 1055 પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળીની ખરીદીની આ પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલશે. નોંધનીય છે કે, 4 લાખ 57 હજાર ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આજ સાંજ સુધીમાં 4.70 લાખ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે તેવો અંદાજ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના દરેક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે. 31 ઓક્ટોબર સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે આગામી 21 ઓક્ટોબરથી રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી. gujarat government news online

આ પણ વાંચો: પેટાચૂંટણી : મોરબી તેમજ ધારી બેઠકમાં અનુક્રમે 12 અને 11 ઉમેદવારો વચ્ચે મેદાન એ જંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, “રાજ્યનાં પુરવઠા નિગમ દ્વારા આ ખરીદી કરવામાં આવશે. જેના માટે નોંધણીની તારીખ અને સેન્ટરો પણ નક્કી કરી દેવાયાં છે. ડાંગર, બાજરી અને મકાઇ માટે ઓનલાઇન નોંધણી થશે. ડાંગર માટે 92 સેન્ટરો, મકાઇ માટે 61 સેન્ટરો અને બાજરીની ખરીદી માટે 57 ઓનલાઇન નોંધણી સેન્ટરો ફાળવવામાં આવ્યાં છે. આ નોંધણી માટે 1 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી માર્કેટિંગ યાર્ડ અને માન્ય સેન્ટરો પરથી નોંધણી કરવામાં આવશે. જ્યારે આ ઉપજની ખરીદીમાં ડાંગર, મકાઈ અને બાજરી 16 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખરીદી કરાશે.

ખેતપેદાશોમાં સોયાબીન માટે 60 સેન્ટરો નક્કી કરવામાં આવ્યાં છે જ્યારે મગ માટે 71 સેન્ટરો તેમજ અડદની ખરીદી માટે 80 સેન્ટરો નક્કી કરવામાં આવ્યાં છે. જ્યારે 12 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી મગ, અડદ, સોયાબીનની ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. આ નોંધણી પણ માર્કેટિંગ યાર્ડ અને સેન્ટરો પર કરાવી શકાશે. gujarat government news online

ખરીદી : નોંધણીની સમાપ્તિ પૂર્ણ થયે સરકાર આગામી 2 નવેમ્બર 2020થી લઈને 30 જાન્યુઆરી 2021 સુધી ખરીદી કરશે. નાગરિક પુરવઠા નિગમ ખરીદીનો સમયગાળો પણ જાહેર કરશે. gujarat government news online

આ પણ વાંચો: સેટેલાઈટમાં વોક કરવા નીકળેલી લેડી આર્કિટેક્ટની ટપલી મારી છેડતી: એક્ટિવા ચાલક ફરાર