Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 60 લાખ લોકો અનાજથી વંચિત, ગુજરાત સરકારનો અણઘડ વહીવટ

60 લાખ લોકો અનાજથી વંચિત, ગુજરાત સરકારનો અણઘડ વહીવટ

0
99
  • અનાજ ફાળવણીઃ કેન્દ્ર કહે છે ગુજરાતને 3.82 કરોડને અનાજ ફાળવ્યું
  • ગુજરાત કહે છે અમે 3.21 કરોડ લોકો સુધી જ અનાજ પહોંચાડ્યુ
  • ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાય નામોને યાદીમાંથી દૂર કર્યા

અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની જાહેર વિતરણની કામગીરીમાં (Gujarat government bad administration) કેટલો વિરોધાભાસ છે તે બાબત અનાજની ફાળવણીમાં આંખે ઉડીને વળગે છે. કેન્દ્ર સરકારે આરટીઆઇના જવાબમાં કહ્યું છે કે તેણે ગુજરાતમાં (Gujarat government bad administration) 3.82 કરોડ લોકો માટે અનાજ ફાળવ્યું છે. તેની સામે સંસદમાં અનાજ વિતરણના રજૂ કરાયેલા આંકડા અનુસાર ગુજરાત સરકાર સરેરાશ 3.21 કરોડ લોકો સુધી અનાજ પહોંચાડે છે. આમ બંને દ્વારા અનાજની ફાળવણીમાં સીધો 60 લાખનો ફરક પડે છે.

60 લાખ લોકોનું અનાજ ગયું ક્યાં

હવે જો કેન્દ્ર સરકારે 3.82 કરોડ લોકો માટે અનાજની ફાળવણી કરી હોય (Gujarat government bad administration)અને ગુજરાત સરકારે 3.21 કરોડને જ અનાજ આપ્યું હોય તો બાકીના 60 લાખ લોકો માટેનુ અનાજ ક્યાં ગયુ. માહિતી અધિકાર ગુજરાત પહેલા સચિવ પક્તિ જોગ કહે છે કે યાદીમાંથી નામ નાબૂદ થયા હોય તે પરિવારની સંખ્યા ખરેખર ખૂબ જ મોટી છે. આમા અત્યાર સુધીમાં ફક્ત 38 તાલુકાઓની જ વિગતો મળી છે. માહિતી અધિકાર કાયદા હેઠળ કરેલી અરજીમાં બાકીના જિલ્લા તાલુકાઓની વિગત પણ મળશે.

આ પણ વાંચોઃ BREAKING : ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન

ઉલ્લેખનીય છે કે પરિવારે કાર્ડનું વિભાજન કર્યુ હોય, નવુ કાર્ડ (Gujarat government bad administration)કઢાવ્યું હોય અથવા તો રાશન ઓછું મળ્યાની ફરિયાદ કરી હોય તો પણ તેમનું નામ યાદીમાંથી બાકાત કર્યાના અનેક દાખલા સામે આવ્યા છે. આટલા મોટા જંગી તફાવતના પગલે ગુજરાત સરકારે વિભાજન બાદ એપીએલ કરેલા લોકોને ફરી આવરી લેવાનો અને વધુ દસ લાખ કાર્ડનો યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો.

કેન્દ્રની ફાળવણી છતાં 60 લાખ લોકો અનાજથી વંચિત

આમ કેન્દ્ર દ્વારા પૂરેપૂરી ફાળવણી કરવામાં આવી હોવા છતાં પણ 60 લાખ (Gujarat government bad administration) લોકોને સરકારે અનાજથી વંચિત રાખ્યા છે. વાસ્તવમાં આ સંસદમાં પસાર કરવામાં આવેલા કાયદાના અપમાનની સાથે લોકોના જીવવાના અધિકારની પણ અવગણના છે. એકબાજુ પોષણ વર્ષ તરીકે ઉજવણી કરી બીજી બાજુ કુપોષણમાં વધારો થાય તે પ્રકારની પ્રક્રિયા સતત ચાર વર્ષ સુધી ચાલે તે વહીવટની ખામી દર્શાવે છે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણી : ગુજરાતની 4 બેઠકો પર શંકરસિંહએ પોતાના અપક્ષ ઉમેદવારો ઊભા કર્યા

સરકારે આ માટે જવાબદારની સામે પગલાં લેવા જોઈએ. વધુમાં કાયદાની જોગવાઈ (Gujarat government bad administration) જોતાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળીને કુલ 4.11 કરોડ લોકોને આવરી લઈ શકીએ તેવી પણ જોગવાઈ છે. તે માટે રાજ્ય સરકારે બીજા રાજ્યોની જેમ 2020ની ખરેખરની જનસંખ્યાના પ્રમાણમાં દરખાસ્ત મૂકી વધારાના જથ્થાની માંગણી કરવી પડે.

આ રીતે અગ્રતાયાદીમાંથી નામ બહાર થવાના લીધે 15 લાખ લોકો રાશનથી વંચિત થઈ ગયા છે. ગુજરાતના 38 તાલુકોણાંથી અન્ન સુરક્ષાના 3.96 લાખ કાર્ડ ડિલિટ કરવામાં આવ્યા છે. દસ જિલ્લાના 38 તાલુકામાં છેલ્લા ચાર વર્ષમાં 3.96 લાખ કાર્ડ દૂર કરાયા છે અને નોન-એનએફએસએમાં તબદિલ કરાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પેટાચૂંટણી: ભાજપનો ઝંઝાવાતી પ્રચાર, CM રૂપાણી કરજણમાં ગજવશે સભા

કેટલાક કિસ્સામાં તો નામ દૂર કરવાની પ્રક્રિયા (Gujarat government bad administration)ગેરકાયદેસર કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. આ સિવાય છેલ્લા બે મહિના રાશન લેવા જઈ ન શક્યા હોય તેવા પરિવારોને પણ કાયમ માટે યાદીમાંથી બાકાત કરાયા છે. નાગરિકે સરનામુ બદલ્યું હોય તો પણ કાર્ડ નોન-એનએફએસએમાં પરિવર્તીત કરવામાં આવ્યું છે.