ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાવાની છે. મુખ્યમંત્રી સીરિઝમાં અમે તમને ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિશે જણાવી રહ્યા છીએ.
Advertisement
Advertisement
વાત વર્ષ 1965ની છે, ત્યારે બળવંત રાય મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગ્રામીણ ભારતના નવ નિર્માણ પ્રત્યે દૂર દ્રષ્ટિ રાખનારા બળવંતરાય મહેતા રાજ્યના બીજા મુખ્યમંત્રી હતા. 19 સપ્ટેમ્બર 1965માં તે પોતાની પત્ની, ત્રણ સ્ટાફ અને એક પત્રકાર સાથે કચ્છ વિસ્તારના પ્રવાસે ગયા હતા. બળવંતરાય મહેતા ત્યારે મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ પ્લાન્ટમાં આવ્યા હતા. ત્યાથી તેમના વિમાન અમેરિકન બીચક્રાફ્ટે ભારત-પાકિસ્તાન સરહદ તરફ કચ્છ માટે ઉડાન ભરી હતી. જોકે, તેમણે મીઠાપુરમાં રોકવામાં આવ્યા હતા પણ તે રોકાયા નહતા.
તે સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયેલુ હતુ. જેવા જ બળવંતરાય મહેતાનું વિમાન મીઠાપુરથી નીકળ્યુ તો પાકિસતાની વાયુસેનાના ફાઇટર જેટના પાયલોટ કૈશ હુસૈને તેને નિશાન બનાવવાનો સતત પ્રયાસ કર્યો હતો. બળવંત રાય મહેતાનું વિમાન ભારતીય વાયુસેનાના રિટાયર્ડ પાયલોટ જહાંગીર એન્જિનિયર ઉડાવી રહ્યા હતા. 3000 ફૂટની ઉંચાઇ પર જહાંગીર એન્જિનિયરે પાકિસ્તાની પાયલોટની હરકત જોઇને હવામાં જ પોતાના વિમાનના વિંગ્સ હલાવીને દયાની ભીખ માંગી હતી પરંતુ પાકિસ્તાની પાયલોટ હુસૈને પાકિસ્તાની વાયુસેનાના આદેશ મળતા જ બળવંતરાય મહેતાના વિમાન પર હુમલો કર્યો હતો, ત્યારે બળવંતરાય મહેતાના વિમાનને 100 મીટરની ઉંચાઇ પર જ તોડી પાડવામાં આવ્યુ હતુ.
કુલ આઠ લોકોના થયા હતા મોત
આ હુમલામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા સિવાય તેમના પત્ની સરોજબેન મહેતા, ખાનગી સ્ટાફના ત્રણ સભ્ય, પાયલોટ જહાંગીર હુસૈન, ચાલક દળના એક સભ્ય અને ગુજરાત સમાચારના એક રિપોર્ટર માર્યા ગયા હતા. આ 19 સપ્ટેમ્બર, 1965માં સાંજે 4 વાગ્યાની ઘટના હતી. થોડી વાર પછી ઓલ ઇન્ડિયા રેડિયોએ આ સમાચાર આપ્યા હતા કે પાકિસ્તાની હુમલામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત કુલ આઠ લોકો માર્યા ગયા છે.
પાકિસ્તાની પાયલોટે માંગી હતી માફી
આ ઘટનાના કેટલાક વર્ષ પછી વર્ષ 2011માં પાકિસ્તાની પાયલોટ કૈશ હુસૈને જહાંગીર એન્જિનિયરની દીકરીને ઇ-મેલ પત્ર લખીને આ દૂર્ઘટના માટે માફી માંગી હતી. પાકિસ્તાની એરફોર્સના અધિકારીથી બ્લૉગર બનેલા 70 વર્ષીય કૈસર તુફૈલે આ ઘટના પર શોધ કરી અને તથ્ય કાઢ્યુ કે પાકિસ્તાની અધિકારીઓએ ત્યારે ખોટુ અનુમાન લગાવ્યુ હતુ કે બળવંતરાય મહેતાનું વિમાન તે સમયે એક અંગત મિશન પર હતુ. પાયલોટ હુસૈને પણ લખ્યુ હતુ કે તેમણે વિમાન પર હુમલાનો આદેશ મળ્યો હતો.
આ પણ વાંચો: યુવા નેતાએ PM ઇન્દિરા ગાંધીને આપ્યો હતો ખુલ્લો પડકાર, ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા
સ્વતંત્રતા સેનાની હતા બળવંતરાય મહેતા
બળવંતરાય મહેતા સ્વતંત્રતા સેનાની પણ હતા, તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડથી નારાજ થઇને બ્રિટિશ હકૂમતમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો હતો. કોલેજથી નીકળ્યા બાદ તે લાલા લજપત રાયના સંગઠન સર્વેન્ટ ઓફ પીપલમાં સામેલ થઇ ગયા હતા. બળવંતરાય મહેતા ગાંધીજી અને સરદાર પટેલના નજીકના પણ રહ્યા હતા. 1930થી 32 દરમિયાન અસહયોગ આંદોલન અને પછી ભારત છોડો આંદોલનમાં તેમણે જેલની સજા કાપી હતી.
દેશમાં પંચાયતી રાજના પિતામહ
1952માં જ્યારે દેશમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી તો બળવંતરાય મહેતાએ કોંગ્રેસની ટિકિટ પર ભાવનગરથી ચૂંટણી લડી હતી અને જીતીને સંસદ પહોચ્યા હતા. 1957માં પણ તે બીજી વખત સાંસદ બનવામાં સફળ રહ્યા હતા. 1957માં જ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ બળવંતરાય મહેતાની આગેવાનીમાં એક કમિટી બનાવી હતી, જેમણે ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાનું સૂચન આપ્યુ હતુ, માટે બળવંતરાય મહેતાને દેશમાં પંચાયતી રાજના પિતામહ પણ કહેવામાં આવે છે.
Advertisement