Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતના પ્રથમ મહિલા IPS નિવૃત DG ગીથા જોહરીને કેમ સિક્યુરિટી જવાન ફાળવાયા?

ગુજરાતના પ્રથમ મહિલા IPS નિવૃત DG ગીથા જોહરીને કેમ સિક્યુરિટી જવાન ફાળવાયા?

0
5021

ગાંધીનગર: ગુજરાતના એક સમયના ડોન અબ્દુલ લતીફના દરિયાપુરમાં આવેલી પોપટીયાવાડીમાં રેડ કરનાર જાંબાઝ મહિલા IPS નિવૃત DG ગીથા જોહરી નિવૃત થયાને બે વર્ષ પછી હવે રાજ્ય સરકારે તેમના સેક્ટર 8માં આવેલા નિવાસસ્થાન ખાતે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર દ્વારા સિક્યુરિટી જવાન ફાળવવામાં આવ્યો છે.નિવૃત ડીજી ગીથા જોહરીનો ગયા અઠવાડિયે 62મો જન્મ દિવસ હતો. તેના બે દિવસ પહેલા જ તેમને સિક્યુરિટી ફાળવવામાં આવી છે.

ગુજરાતના પ્રથમ મહિલા આઇપીએસ 1982 બેન્ચના ડીજી ગીથા જોહરી નવેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણીના 1 મહિના પહેલા નિવૃત થયા હતા.તેઓ જ્યારે SP રેન્કના અધિકારી હતા ત્યારે અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તે વખતે અમદાવાદ શહેરમાં ડોન અબ્દુલ લતીફના નામથી લોકો કાંપતા હતા. ગીતા જોહરીએ અબ્દુલ લતીફને પકડવાનું બીડુ ઝડપી લીધુ હતું અને તેમના સાથી અધિકારીઓ સાથે તે સમયે દરિયાપુરના પોપટીયાવાડીમાં દરોડો પાડ્યો હતો. ત્યારબાદ ગીથા જોહરી રાતોરાત મોટુ નામ બની ગયુ હતું.આટલા બધા પુરૂષ અધિકારીઓની વચ્ચે તે સમયે એક મહિલા અધિકારીએ ડોન અબ્દુલ લતીફને પકડવા માટે તેના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.ગીથા જોહરી અમદાવાદ શહેરમાં ઘણા સમય રહ્યાં હતા અને ઘણા બધા ગુનેગારોને તેમને પકડ્યા હતા.તેમને એન્કાઉન્ટરની પણ તપાસ કરી હતી. 2017 માર્ચ મહિનામાં તેમણે ઇનચાર્જ ડીજીપી બનાવ્યા હતા અને વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલા નવેમ્બર 2017માં તેઓ નિવૃત થયા હતા.તેઓ નિવૃત થયા બાદ તેમણે તેમના નિવાસસ્થાને સિક્યુરિટી જવાન ફાળવવા માટે રજૂઆત કરી હતી પરંતુ બે વર્ષ સુધી એક પણ સિક્યુરિટી જવાન તેમણે ફાળવવામાં આવ્યો નહતો.

નિવૃત ડીજી ગીથા જોહરીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને થોડા સમય પહેલા એક સજા કાપીને આવેલો આરોપી તેમના ઘરે આવી ગયો હતો. તે વખતે તેઓ ઘરે નહતા પરંતુ તેમની દીકરી અને ઘરમાં કામ કરતો માણસ જ ઘરમાં હતા. તે વખતે મેડમ ઘરમાં નથી કહીને તેને રવાના કરી દીધો હતો.ગીથા જોહરીએ ઘણા આરોપીઓને પકડ્યા હોવાથી તેમના નિવાસસ્થાને સિક્યુરિટી જવાન મુકવામાં આવે તેવી તેમની માંગણી હતી. રાજ્ય સરકારે થોડા દિવસ અગાઉ જ તેમના ગાંધીનગરના નિવાસસ્થાને ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરમાંથી એક સિક્યુરિટી જવાનની નિમણૂંક કરી છે.

DGP શિવાનંદ ઝા સહિત 11 IPS અધિકારીઓ જાણો ક્યારે નિવૃત થશે?