Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફાયર સેફ્ટી NOC : હાઇકોર્ટની ટકોર બાદ રૂપાણી સરકાર જાગી

ફાયર સેફ્ટી NOC : હાઇકોર્ટની ટકોર બાદ રૂપાણી સરકાર જાગી

0
80
  • ફાયર સેફ્ટીને લઇને હાઇકોર્ટમાં થયો હતો ચોંકાવનારો ઘટસ્ફોટ
  • સીએમ વિજય રૂપાણીએ ફાયર સેફ્ટીને લઇને કર્યો મહત્વનો નિર્ણય
  • હવેથી રાજ્યમાં ફરજિયાત તમામ જગ્યાઓએ NOC હોવું જરૂરી

અમદાવાદ : ગુજરાતમાં ઘણી બિલ્ડીંગો અને હોસ્પિટલો તેમજ શાળાઓ કે કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે આગ (gujarat fire safety) લાગ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ફાયર સેફ્ટીને લઇને હાઇકોર્ટમાં થયેલા ઘટસ્ફોટ બાદ સીએમ રૂપાણીની આંખો ખુલી છે. અંતે ફાયર સેફ્ટીને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું NOC ફરજિયાત હોવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ તેમજ ઔદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દીધી છે અને દર 6 મહિને ફાયર સેફ્ટી (gujarat fire safety) નું NOC રિન્યુઅલ કરાવવાનું રહેશે. એ માટે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂંક પણ કરાશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરોની પેનલ બનાવાશે. ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા યોગ્ય તાલીમ અપાશે. ખાનગી કોલેજમાં ભણતા યુવા એન્જીનર્સને આ અંગેની યોગ્ય તાલીમ અપાશે.

મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ફાયર સેફ્ટી (gujarat fire safety) ના કડક અમલથી લોકોની માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા સીએમ વિજય રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટીનું એન.ઓ.સી. ફરજિયાત મેળવવાનું રહેશે. ઉપરાંત તેને દર છ મહિને ફરજીયાત રિન્યુઅલ પણ કરાવવું પડશે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે Good News, આજથી ખુલશે કાંકરિયા લેક-ફ્રન્ટ પરંતુ…

અત્રે ઉલ્લેખનીય છે કે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં કોરોનાના આઠ દર્દીઓના મૃત્યુની દુર્ઘટના બાદ જાહેરહિતની અરજીમાં ફાયર વિભાગે સોગંદનામું કરીને હાઇકોર્ટમાં ચોંકાવનારી હકીકત રજૂ કરી હતી. જેમાં અમદાવાદ શહેરની હદમાં 2200 જેટલી હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ છે. જે પૈકી 1300 જોડે ફાયર NOC છે પરંતુ 900 એકમો પાસે આજે પણ ફાયર NOC નથી.

નોંધનીય છે કે શ્રેય હોસ્પિટલની ફાયર NOC પણ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઇ ગઇ હતી. જો કે કોરોના કાળને કારણે ઓગસ્ટ પછીથી તમામ હોસ્પિટલો અને ક્લિનિકને કોર્પોરેશન તરફથી જરૂરી ફાયર NOC લેવા માટેની તાકીદ કરી દેવામાં આવશે. ઉપરાંત અન્ય તમામ ઇમારતોને પણ NOC મુદ્દે નોટિસો આપવામાં આવશે તેમ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફાયર સેફ્ટી (gujarat fire safety) નાં કાયદાની અમલવારી, સ્ટાફની ટ્રેનિંગ અને લાયકાત મુદ્દે રાજ્ય સરકારનો ખુલાસો માગ્યો હતો. કોર્ટમાં ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે સોગંદનામુ રજૂ કર્યું હતું.

શું હતું રિપોર્ટમાં?

1200 હોટેલ-રેસ્ટોરન્ટમાંથી 450 રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફટીનું NOC ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. 700 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ન હોવાનો સોગંદનામાંમાં ઉલ્લેખ કરાયો છે તેમજ 185 ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી ન હોવાનો પણ સોગંદનામાં ઉલ્લેખ઼ કરાયો છે.

શું કહ્યું હતું કોર્ટે?

ફાયર સેફ્ટી (gujarat fire safety) ને લઇ હાઇકોર્ટે (gujarat highcourt) સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, “હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસિસ સાથે અન્ય ઇમારતોમાં પણ ફાયર સેફ્ટીનું પાલન થવું જરૂરી છે. ફાયર સેફ્ટીને લઇ અન્ય ઇમારતોમાં પણ એટલું જ ધ્યાન અપાવું જોઇએ. ફાયર સેફ્ટી મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે.”

આ પણ વાંચો: ગુજરાતની પેટા ચૂંટણીમાં કોરોના દર્દીઓ ટપાલથી પણ પોતાનો મત આપી શકશે