Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સામે જંગ: આજથી રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટ થશે

કોરોના સામે જંગ: આજથી રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટ થશે

0
38

ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જરૂરી એવા ટેસ્ટિંગની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજ્યના ગુજરાત રાજ્યના 14 જિલ્લામાં RT-PCR સુવિધા ન હોવાનું ગુજરાત હાઇકોર્ટમાં સામે આવ્યું હતું. જે બાદ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં RT-PCR ટેસ્ટ થાય તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાનોમાં RT-PCR ટેસ્ટ શરૂ કરાશે. Fight Against Corona

જે અંતર્ગત રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થાનોમાં આજથી જ RT-PCR ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટીતંત્રને મોટી મદદ મળશે. જે-તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને લેબોરેટરીઓને મોકલી આપશે. ગુજરાત રાજ્યની વર્તમાન ટેસ્ટિંગ ક્ષમતામાં આ વધારાની 26 સંસ્થાઓની સુવિધા ઉમેરાતાં RT-PCR ટેસ્ટ ક્ષમતા લગભગ બમણી થઈ જશે.

કંઈ-કંઈ શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટિંગની સુવિધા શરૂ કરાઈ Fight Against Corona
→ ગુજરાત યુનિવર્સીટી. અમદાવાદ
→સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ
→ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, ગાંધીનગર
→ ગુજરાત ફોરેન્સિક સાયન્સ સેન્ટર, ગાંધીનગર
→ એનઆઇપીઇઆર, અમદાવાદ
→ સરદાર પટેલ યુનિવર્સીટી
→ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી ( ડીપાર્ટમેન્ટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી )
→ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી ( ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર બાયોટેકનોલોજી )
→ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી
→ એમ.એસ. યુનિવર્સીટી, વડોદરા ( ડીપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી )
→ એમ.એસ. યુનિવર્સીટી, વડોદરા ( ડીપાર્ટમેન્ટ ઓફ બાયોકેમેસ્ટ્રી )
→ એઆરઆઇબીએએસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર
→ નિરમા યુનિવર્સીટી, અમદાવાદ
→ ચારુસત યુનિવર્સીટી, ચાંગા ( ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી )
→ ઉકા તરસડીયા યુનિવર્સીટી, બારડોલી
→ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર
→ અમદાવાદ યુનિવર્સીટી
→ સીએસએમસીઆરઆઇ, ભાવનગર
→ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સીટી ( પ્લાન્ટ બાયોટેકનોલોજી )
→ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સીટી ( એનિમલ જીનેટીક એન્ડ બ્રીડીંગ )
→ સરદારકુષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સીટી
→ સુમનદીપ વિદ્યાપીઠ, વડોદરા
→ આઇઆઇટી, ગાંધીનગર
→ કામધેનુ યુનિવર્સીટી, ગાંધીનગર
→ સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત, અમદાવાદ
→ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી

આ પણ વાંચો:  દર વર્ષે આ બે મહિનામાં કાળ બનશે કોરોના! હજુ લાંબી ચાલશે મહામારી Fight Against Corona

જણાવી દઈએ કે, તાજેતરમાં સુઓમોટો પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પણ રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. આ સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં RT-PCR ટેસ્ટિંગ માટે લેબોરેટરી હોવા અંગે ટકોર પણ કરી હતી.

રાજ્યના ગીર સોમનાથ, પંચમહાલ, ખેડા, નર્મદા, અરવલ્લી, તાપી, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, આણંદ, છોટા ઉદેપુર, ડાંગ જિલ્લાઓમાં RT-PCR ટેસ્ટિંગ લેબ ના હોવાનું સામે આવ્યું છે. આમ રાજ્યના 14 જેટલા જિલ્લાના લોકોને RT-PCR ટેસ્ટિંગ માટે અન્ય જિલ્લા ઉપર નભવું પડે તેવી પરિસ્થિતિ સામે આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat