Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં નથી વધ્યા ખાતરના ભાવ, સરકારે કરી સ્પષ્ટતા

રાજ્યમાં નથી વધ્યા ખાતરના ભાવ, સરકારે કરી સ્પષ્ટતા

0
56

કૃષિ મંત્રી આરસી ફળદુએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા Gujarat Fertilizer prices

અમદાવાદ: આવતીકાલે એટલે રવિવારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા ખાતર કંપનીઓ દ્વારા ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં ભાવ વધ્યા છે તેવા સમાચારો આવ્યા હતા. જોકે સરકાર તરફથી તેના પર સ્પષ્ટતા આવી છે. રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. Gujarat Fertilizer prices

આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.1-માર્ચ 2021થી ભાવ વધારો કરવામાં આવનાર છે, એ સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોંગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ કોગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનુ બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહી. Gujarat Fertilizer prices

આરસી ફળદુએ ઉમેર્યું કે 26 ફેબ્રઆપીના રોજ વિવિધ ટીવી ચેનલોમાં 1-માર્ચ 2021થી ડીએપી ખાતરનો  વેચાણ ભાવ રૂ. 1200/બેગથી વધી રૂ. 1500/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. 1175/બેગથી વધી રૂ. 1400/બેગ થનાર હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવીકે જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી., ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી 1-માર્ચ 2021થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ? તે અંગેની જાણકારી મેળવી હતી. રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.  Gujarat Fertilizer prices

આ પણ વાંચો: પાસની મદદથી AAP મનપમાં તો જીત્યું, પણ વિધાનસભા જીતવાનું સપનું પૂરું થશે ખરું?

તેમણે વધુમાં જણાવ્યું કે 26 ફેબ્રુઆરીના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરીત થયેલ 1-માર્ચ 2021થી ડીએપી તથા એનપીકે ખાતરોમા ભાવ વધારા બાબતેના સમાચાર રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમયે ખેડૂતોને ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા કૃષિ કાયદા વિરુદ્ધ  દેશવ્યાપી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. તેનો લાભ કોંગ્રેસ રાજ્યમાં થનારી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં લેવા સક્રિય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat