Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ‘તેરી લાડકી મૈં..!‘ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવા સક્ષમ પિતાએ દહેજમાં ગાડુ ભરીને પુસ્તકો મોકલ્યા

‘તેરી લાડકી મૈં..!‘ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવા સક્ષમ પિતાએ દહેજમાં ગાડુ ભરીને પુસ્તકો મોકલ્યા

0
397

રાજકોટ: સાસરીમાંથી વિદાય કરતા સમયે સામાન્ય રીતે લોકો પોતાની લાડકી દીકરીને દહેજમાં ઘરેણા, વસ્ત્રો, વાહન અને રોકડ રુપિયા આપે છે, પરંતુ ગુજરાતના રાજકોટમાં એક પિતાએ ગુરૂવારે પોતાની પુત્રીને લગ્નમાં તેના વજન જેટલા જ 2200 પુસ્તકોની ભેટ આપીને વિદાય કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટના શિક્ષક હરદેવસિંહ જાડેજાની પુત્રી કિન્નરી બાને બાળપણથી પુસ્તકો વાંચવાનો શોખ છે. તેમના ઘરે 500 પુસ્તકોની લાઈબ્રેરી પણ છે. જ્યારે કિન્નરીના લગ્ન મૂળ વડોદરાના પણ હાલ કેનેડામાં રહેતા પૂર્વજીત સિંહ સાથે થયા તો તેણે પિતાની સમક્ષ અજીબ માંગણી કરી. કિન્નરીએ જણાવ્યું કે, મારા લગ્નમાં તમે કરિયાવર (દહેજ)માં મારા વજન જેટલા જ પુસ્તકો ભેટમાં આપશો તે મને ઘણું ગમશે. આથી પિતા હરદેવ સિંહે નક્કી કર્યું કે, તે પોતાની લાડકીની ઈચ્છા જરૂર પૂરી કરશે.

 

 

હરદેવ સિંહે સૌ પ્રથમ પસંદગીના પુસ્તકોની યાદી બનાવી. જે બાદ 6 મહિના સુધી દિલ્હી, કાશી અને બેંગલુરૂ સહિત અનેક શહેરોમાં જઈને પુસ્તકો એકઠા કર્યા. જેમાં મહર્ષિ વેદવ્યાસથી લઈને આજના આધૂનિક લેખકોના અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષાના પુસ્તકો પણ સામેલ છે. આ ઉપરાંત કુરાન, બાઈબલ સહિત 18 પુરાણો પણ છે.

 

હરદેવસિંહે વધુમાં જણાવ્યું કે, મારી દિકરીને નાનપણથી જ વાંચનનો શોખ હતો, તેને 5 વર્ષથી અત્યાર સુધી જેટલા પુસ્તક મળ્યા તે તમામ સાંભળીને રાખ્યા છે. ઘરમાં જ દીકરીએ 500 જેટલા પુસ્તકોની એક અલગ જ લાઈબ્રેરી બનાવી છે. દિકરીને આપવામાં આવેલા પુસ્તકોમાં ભારતનો ઇતિહાસથી માંડી મહાભારત, વિષ્ણુપુરાણ તેમજ અલગ અલગ હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકો જે તેની દિકરી પાસે ન હોય તેવા પુસ્તકો તેને કરિયાવરમાં આપ્યા છે. તેમજ દિકરીને જેટલા પુસ્તક વાંચવા હશે, તેટલા તે સાસરીમાં સાથે લઈ જશે અને બાકીના પુસ્તકો જરૂરીયાત મંદ સ્કૂલના બાળકોને આપવાનો નિર્ણય કરવા આવ્યો છે.

પુલવામા હુમલાની પ્રથમ વરસી પર રાહુલ ગાંધીએ ટ્વીટર પર પૂછ્યા 3 પ્રશ્નો