Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત : ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ, ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવાતા ખેડૂતોની આંખોમાં આંસુ

સુરત : ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ, ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવાતા ખેડૂતોની આંખોમાં આંસુ

0
116
  • ઉમરાથી ઉધના ડિવિઝન સુધીમાં ગુડ્ઝ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરાયો Surat local news
  • રેલ્વે વિભાગ દ્વારા ખેતરોમાં ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવાતા ખેડૂતોનો વિરોધ
  • ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ પણ કર્યો હતો Surat local news

સુરત : રેલ્વે વિભાગ દ્વારા ઉમરાથી ઉધના ડિવિઝન સુધીમાં ગુડ્ઝ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. હાલમાં ત્યાં ગુડ્ઝ ટ્રેન કોરિડોર માટેના જમીન સંપાદનનું કામ ચાલી રહ્યું છે. DFCC (ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન) કંપનીએ જમીનના પઝેશનની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે એવામાં રેલ્વે વિભાગ દ્વારા ખેતરમાં શેરડીના ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ જમીન સંપાદનમાં બજાર ભાવ ન મળતા વાંધો ઉઠાવ્યો હતો. Surat local news

ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ, “બજાર ભાવ 15,700ની જગ્યાએ માત્ર 2200થી 2500 રૂપિયા જ આપવામાં આવી રહ્યાં છે. આ સાથે જ અમે એવી વિનંતી પણ કરી હતી કે હાલમાં શેરડીનો ઊભો પાક તૈયાર છે. અમને માત્ર 15 દિવસની મુદ્દત આપો. 15 દિવસમાં શુગર ફેક્ટરી શરૂ થાય પછી અમે શેરડી લઈ લઈએ. ત્યાર બાદ કામ શરૂ કરો પરંતુ અમારી રજૂઆત સાંભળવા કોઇ જ તૈયાર નથી. કંપની તરફથી એવું કહેવાયું કે અમે લડત ચલાવીને કબ્જો મેળવ્યો છે. હવે અમારી જમીન છે, અમે તેના પર કામ કરી શકીએ.” Surat local news

અત્રે નોંધનીય છે કે, ઉમરાથી ઉધના ડિવિઝન સુધીમાં રેલ્વે વિભાગના ગુડ્ઝ ટ્રેનના પ્રોજેક્ટને લઇને ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. પશ્ચિમ રેલ્વેએ જમીનનો કબ્જો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. જમીન કબ્જા અંગે નોટિસ મળતા ખેડૂતે 15 દિવસની મુદ્દત માંગી હતી પરંતુ ખેડૂતોની મુદ્દત ફગાવીને ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવાયું. ખેડૂતોએ જમીન સંપાદનમાં બજાર ભાવ ન મળવા મુદ્દે પણ વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ પણ આ વિવાદને લઇને ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તેવો આદેશ પણ કર્યો હતો. પરંતુ જમીન સંપાદનમાં યોગ્ય બજાર ભાવ ન મળવા પર ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો. Surat local news

આ પણ વાંચો: પેટાચૂંટણી : મોરબી તેમજ ધારી બેઠકમાં અનુક્રમે 12 અને 11 ઉમેદવારો વચ્ચે મેદાન એ જંગ

gujarat farmers news

ઉલ્લેખનીય છે કે, DFCC પ્રોજેક્ટ માટે ઉમરાથી ઉધનામાં 70થી 80 એકર જગ્યા રિઝર્વ હેઠળ આવી છે. હાઇકોર્ટ બાદ સુપ્રીમમાં આ કેસ ગયો જ્યાં નવા બજાર ભાવના પ્રમાણે ચુકવણી કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયો છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, 15700ની જગ્યાએ અમને રૂ.2200થી 2500 જેટલી કિંમત ચૂકવવામાં આવી રહી છે.

જો કે આ અંગે ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટર આર. કે. શ્રીધરનું કહેવું એમ છે કે, પઝેશન આવી ગયું છે. રૂપિયા આપ્યા બાદ અમે આ કામ કરી રહ્યાં છીએ. સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ લડવામાં આવ્યો છે. 29થી 30 કરોડ વધારાના પણ અપાયા છે. નિયમ મુજબ ખેડૂતોને વળતર અપાયું છે. અમે અમારી જમીન પર છીએ. ખેડૂતોને હજુ પણ વાંધો હોય તો તેઓ આગળ ફરિયાદ કરી શકે છે.

– આર. કે. શ્રીધર, ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટર

આ પણ વાંચો: જે.વી કાકડિયાના સુરતના કાર્યક્રમમાં ઈંડા ફેંકનાર બે શખ્સોની ધરપકડ