Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાત એક્સક્લૂઝિવની ગુજરાતી ભાષામાં ધારદાર રજૂઆત હવે હિન્દી અને અંગ્રેજીમા પણ

ગુજરાત એક્સક્લૂઝિવની ગુજરાતી ભાષામાં ધારદાર રજૂઆત હવે હિન્દી અને અંગ્રેજીમા પણ

0
265

ગુજરાત એક્સક્લૂઝિવ ગુજરાતી પાછલા છ મહિનાથી તમને દેશ-દુનિયા વિશેના સમાચાર આપીને તમારા જ્ઞાનમાં વધારો કરી રહ્યું છે. પાછલા છ મહિનામાં ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા ગુજરાત અને દેશના રાજકારણ વિશે તટસ્થ સમાચાર વાંચકો સુધી પહોંચાડ્યા છે. ગુજરાત એક્સક્લૂઝિવને મળી રહેલા વાંચકોના બહોળા પ્રતિસાદ બાદ ભાષાગત મુશ્કેલીઓથી ઉપર ઉઠીને દેશભરના વાચકો સુધી તટસ્થ અને નિષ્પક્ષ સમાચાર પહોંચાડવા માટે હિન્દી અને અંગ્રેજીમાં પણ પોતાની વેબ પોર્ટલની શરૂઆત કરી દેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે તમને ગુજરાત એક્સક્લૂઝિવ હિન્દીના સમાચાર આજથી વાંચી શકશો, જ્યારે અંગ્રેજી એક્સક્લૂઝિવના સમાચાર શરૂ કરી દેવામાં આવી છે પરંતુ પૂર્ણ કવરેજ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી ઉપલબ્ધ રહેશે.

પાછલા છ મહિનાઓમાં અમે ગુજરાતભરના મહત્વપૂર્ણ સમાચારોને કવર કર્યા છે, અને નિષ્પક્ષ અને નિડરતાપૂર્વક અમારા વાંચકો સુધી પહોંચાડ્યા છે. અમારા ઘણા બધા સમાચારોએ ગુજરાતના રાજકારણને હચમાચાવ્યું છે, જે સમાચારની લિંક નીચે આપેલી છે, જ્યાથી તમે વાંચી શકો છો.

ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા પોતાના પ્રકાશનના પ્રથમ મહિનામાં ધારાસભ્યો દ્વારા આડેધડ લેવાતી મેડિકલ બિલ ઉપર સિરીઝ સ્ટોરી કરવામાં આવી હતી. જેમને જનતા જનાર્દન દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા છ લાખથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ડ્રોપ આઉટ કર્યાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે વિપક્ષ, નેશનલ મીડિયામાં મહત્વપૂર્ણ મુદ્દા તરીકે નોંધ લેવાઇ હતી અને ગુજરાત સરકાર દ્વારા આખા મુદ્દાને ધ્યાનમાં લઇને હાલમાં કામગીરી ચાલી રહી છે.

બેન્કિંગ મુદ્દે પ્રકાશિત ગુજરાત એક્સક્લૂઝિવના અહેવાલને આરબીઆઈએ નોટિસમાં લીધો હતો, જ્યારે સામાજિક મુદ્દે સાધુ વિશ્વવલ્લભ દ્વારા દલિત સમાજ પર કરવામાં આવેલ અભદ્ર ટીપ્પણી મુદ્દે ગુજરાત એક્સક્લૂઝિવ પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખીને સામાજિક સ્તરને મજબૂત કરવા માટે સતત સમાચારો પ્રકાશિત કર્યા, જેથી સાધુ વિશ્વવલ્લભ ઉપર અલગ-અલગ જગ્યાએ કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવાયુ અને તપાસ શરૂ કરાઇ. તેમજ આરટીઓ અને ટ્રાફીકના નવા કાયદાઓ મુદ્દે ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા સરકાર શ્રી કેવી રીતે સામાન્ય માણસ પાસેથી પૈસા ખંખેરે છે, તે મુદ્દે દસ્તાવેજ સાથે ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા, જે મુદ્દે ચોવીસ કલાકની અંદર ગુજરાત સરકારે ખુલાસો આપવો પડ્યો, વિપક્ષે વિરોધ નોંધાવ્યો, મીડિયા દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યો.

તે ઉપરાંત ગુજરાત એક્સક્લૂઝિવે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક મુદ્દે હંમેશા અગ્રેસર રહ્યું છે. જનજાગૃત્તિના અભિયાનમાં સતત પ્રયત્નશીલ છે અને આવનાર દિવસોમાં ભાષાઓની સીમા અને કોર્પોરેટના એજેન્ડા એકસાથે તોડીને સચોટ અને સટીક સમાચાર સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પોતાના સમાચારોને વધુ બેધક, બેધડક, ધારદાર અને ગતિશીલતા આપશે.

ટીમ ગુજરાત એક્સક્લિઝિવ

Gujaratexclusive.in

Hindi.gujaratexclusive.in

English.gujaratexclusive.in