Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત એક્સક્લૂઝિવ ઇમ્પેક્ટ : અમદાવાદની દરેક હોસ્પિટલમાં આધારકાર્ડ વિના કોરોનાના દર્દીઓને દાખલ કરી શકાશે

ગુજરાત એક્સક્લૂઝિવ ઇમ્પેક્ટ : અમદાવાદની દરેક હોસ્પિટલમાં આધારકાર્ડ વિના કોરોનાના દર્દીઓને દાખલ કરી શકાશે

0
57

અમદાવાદ: કોરોનાની મહામારીના કપરાં કાળમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દર્દીઓને કોરોનાની સારવાર મળે તે જરૂરી છે પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અમદાવાદના આધારકાર્ડ વિના દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આ ભેદભાવયુક્ત નીતિ સામે સૌથી પહેલાં ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા અહેવાલ જાહેર કરાયો હતો પછી આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.

આખરે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદના આધારકાર્ડ વિના મ્યુનિ. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ નહીં કરવાનો નિર્ણય પડતો મુક્યો છે. હવે અમદાવાદ સહિત ગુજરાતના દરેક દર્દીઓ અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ શકશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, અમદાવાદના આધારકાર્ડ વિના દર્દીઓને દાખલ નહીં કરવાનો નિર્ણય પડતો મુક્યો છે. કોરોના મહામારીના સમયગાળામાં મ્યુનિ. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ.ના રિર્જવ બેડ ખાલી હોવા છતાં મ્યુનિ. તંત્રના તઘલખી નિર્ણયોથી સિવિલ હોસ્પિટલ ઉપર ભાર વધી ગયો હતો. એવી વ્યાપક ફરિયાદો ઉઠી છે કે, મ્યુનિ.ની હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ધકેલાઈ રહ્યાં છે.

ત્રણ દિવસ પહેલા ખુદ ભાજપના સંસદ સભ્યએ શારદાબહેન હોસ્પિટલની મુલાકાત લીધી હતી જેમાં શારદાબહેન હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ખાલી હતા છતાં દર્દીઓને દાખલ કરવામાં આવતા નહતા. આ અંગે મ્યુનિ.નું એવું વલણ હતું કે, મ્યુનિ.ની હોસ્પિટલમાં અને મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલમાં રિર્જવ કરેલા બેડ ઉપર માત્ર અમદાવાદના સરનામાવાળું આધારકાર્ડ હોય તો દર્દી દાખલ કરતાં હતાં. અમદાવાદ શહેરમાં વર્ષોથી રહેતા હોય અને અમદાવાદમાં મિલકત હોય છતાં અમદાવાદના સરનામાવાળું આધારકાર્ડ ન હોય તો દર્દીઓને એડમિશન મળતું નહતું. આખરે દબાણ વધતા મ્યુનિ.એ નિર્ણય બદલવો પડ્યો છે. હવે તમામ દર્દીઓને આધારકાર્ડ વિના અમદાવાદમાં દાખલ કરાશે.

AMC જીવલેણ નિર્ણય પરત લેશે નહીં તો અમદાવાદના સ્મશાન ગૃહો ઉભરાઇ જશે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat