Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Gujarat Exclusive Impact: DELF પાસેથી 33.5 લાખ વસુલવામાં આવશે, બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ

Gujarat Exclusive Impact: DELF પાસેથી 33.5 લાખ વસુલવામાં આવશે, બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ

0
211
  • DELF પાસેથી 33.5 લાખ વસુલવામાં આવશે

  • ડેલ્ફ કન્સલટિંગ એન્જિનિયર્સની ભૂલને કારણે ખેડામાં બનનાર ત્રણ પુલનું કામ અટવાયુ હતું Gujarat Exclusive Impact

  • ડેલ્ફ કન્સલટિંગ એન્જિનિયર્સ (ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)ને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી શરૂ

બેદરકારીને કારણે ખેડામાં ત્રણ પુલોના કામ રદ કરાવનાર ડેલ્ફ કન્સલટિંગ એન્જિનિયર્સ (ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)ને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી શરૂ કરી દેવાઇ છે. 30 નવેમ્બરે ગુજરાત એક્સક્લૂઝિવ દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે ડેલ્ફ કન્સલટિંગ એન્જિનિયર્સે કરેલ ગંભીર ભૂલના કારણે ખેડામાં બનનાર ત્રણ પુલોનું કામ અટવાઇ ગયુ છે અને R&B દ્વારા કંસલટન્સી ઉપર ગંભીર બેદરકારી આચરવાના કારણે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા 33.5 લાખનો દંડ ફટકાર્યો પરંતુ અત્યાર સુધી ડેલ્ફ કંસલટન્સીએ દાદાગીરી દાખવતા દંડની રકમ ભરી નહતી.  Gujarat Exclusive Impact

ડેલ્ફ કંસલટન્સીને ત્રણ બ્રિજના નકશા અને અંદાજપત્ર તૈયાર કરવાનું કામ સોપવામાં આવ્યુ હતું. કામ દરમિયાન કંપની દ્વારા તદન બેદરકારી દાખવવામાં આવી હતી જેને કારણે ખેડા-ધોળકા (ખારી નદી પરના બ્રિજનું કામ), સાબરમતી નદી પરના મોટા પુલનું કામ તેમજ હરિયાળાથી રઘવાજણ (વાત્રક નદી) પુલનું કામ અટવાયુ હતું. ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) બ્રિજના કંસલ્ટીંગમાં કરેલી ભૂલને કારણે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ઐતિહાસીક નિર્ણય કરતા 33 લાખ, 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. Gujarat Exclusive Impact

ગુજરાત એક્સક્લૂઝિવને મળેલ માહિતી પ્રમાણે કંસલટન્સીએ દંડની રકમ R&Bમાં જમા કરી નહતી. જે સમાચાર પ્રકાશિત કરતા R&B દ્વારા કડક પગલા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. R&Bના ઉચ્ચ અધિકારીએ ગુજરાત એક્સક્લૂઝિવ સાથે વાત કરતા જણાવ્યુ છે કે, “ડેલ્ફ કંસલટન્સીએ કરેલી ભૂલ, ભૂલ પુરતી નથી, પરંતુ ગંભીર બેદરકારી છે. જેના કારણે કંસલટન્સી કંપની પર કડક પગલા લેવામાં આવશે. દંડની રકમ જો કંસલટન્સી નહી ભરે તો સરકાર કંસલટન્સીને મળેલ બીજા પ્રોજેક્ટની ફીમાંથી વસુલ કરશે. તેમજ કંપનીની બેદરકારીને સાખી લેવામાં આવશે નહી, તેમણે અમે બ્લેકલિસ્ટ કરવા પણ વિચારી રહ્યા છીએ, કંપનીને મળેલ બીજા પ્રોજેક્ટનું પણ રિવ્યૂ કરવામાં આવશે.”

R&Bએ 3 બ્રિજનું DELF કન્સલટીંગ એન્જિનિયરને કામ સોપ્યુ હતું

R&Bએ ખેડા-ધોળકા (ખારી નદી પરના બ્રિજનું કામ), સાબરમતી નદી પરના મોટા પુલનું કામ તેમજ હરિયાળાથી રકવાણજ (વાત્રક નદી પરના પુલનું કામ) ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)ને સોપ્યુ હતું. 80 લાખથી વધારેનું કામ આ કંસલ્ટન્ટને આપવામાં આવ્યુ હતું. મૂળ કામ નાયબ કાર્યપાલક ઇજનેર ખેડાના હસ્તગત હતું. આ ત્રણ પૈકી બે બ્રિજનું કામ હજુ સુધી પૂર્ણ થઇ શક્યુ નથી અને વાત્રક નદીના પુલનું કામ પડતુ મુકવામાં આવ્યુ હતું. Gujarat Exclusive Impact

હરિયાળા વાળા બ્રિજમાં કંસલ્ટન્ટે 9 પાઇલ (પાયાની 6 પાયાની ડિઝાઇન તૈયાર કરી હતી) જે અતિ ગંભીર બાબત સરકારના ધ્યાનમાં આવતા આ પ્રોજેક્ટને કેન્સલ કરવામાં આવ્યો હતો. 15 જૂન, 2018માં આ કામ DELF કન્સલટિંગને સોપવામાં આવ્યુ હતું જે સપ્ટેમ્બર 2018માં પૂર્ણ કરવાનું હતું. જોકે, ગેરરિતી સામે આવ્યા બાદ સરકારે 27 જાન્યુઆરી 2020ના રોજ દંડ ફટકારવાનો આદેશ કર્યો છે છતાય કંસલટન્સીએ દાદાગીરી બતાવતા દંડની રકમ હજુ સુધી ભરી નથી. DELF પાસેથી 2-3 દિવસમાં આ રકમ વસુલવામાં આવશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9