Gujarat Exclusive > Breaking > BREAKING: કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને ઓગસ્ટ 2021 સુધી એક્સટેન્શન

BREAKING: કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને ઓગસ્ટ 2021 સુધી એક્સટેન્શન

0
104

અનિલ પુષ્પાંગદન,ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને 22 ઓગસ્ટ 2021 સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા આવતા નવેમ્બર મહિનામાં વય મર્યાદાના કારણે નિવૃત થવાના હતા પરતું નિવૃતિના દોઢ મહિના પહેલા જ તેમને 9 મહિનાનું એક્સટેન્શન આપી દેવામાં આવ્યું છે.

આસામ મેઘાલય કેડરના 1984 બેચના સિનિયર IAS અધિકારી કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2021 સુધી એક્સટેન્શન આપ્યું છે. મિનિસ્ટ્રી ઑફ પર્સનલ ટ્રેનિંગ વિભાગ દ્વારા આજે શનિવારે 17 ઓક્ટોબરના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને 22 ઓગસ્ટ 2021 સુધી એક્સટેન્શન આપવાનો આદેશ બહાર પાડ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા 30 નવેમ્બર 2020માં નિવૃત થવાના હતા પરતું કેન્દ્ર સરકારે કેન્દ્રીય ગૃહ સચિવની મુદ્દત 9 મહિના માટે વધારી આપી છે.

આ પણ વાંચો: BREAKING : ગુજરાતના બાર એડિશનલ કલેક્ટરને IASમાં નોમિનેશન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નવરાત્રીમાં તેમના વતન માણસામાં પુજા કરતા હોય છે. આ વર્ષે તેમની તબીયત સારી થયા બાદ છેલ્લા 4 દિવસથી તેઓ ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહ મંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન જ કેન્દ્ર ગૃહ સચિવની મુદ્દતમાં 9 મહિનાનો વધારો કર્યો છે. આવતા વર્ષે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ આવી રહી છે ત્યારબાદ ઉત્તર પ્રદેશની પણ ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે કેન્દ્ર ગૃહ સચિવને એક્સટેન્શન આપવા પાછળ તેઓ વડાપ્રધાન મોદીના વિશ્વાસુ અધિકારીઓમાં તેમની ગણના થાય છે. કેન્દ્રીય ગૃહ સચિવ બનતા પહેલા તેઓ ઉર્જા વિભાગના સચિવ તરીકે કાર્ય કરી ચુક્યા છે.