Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પેટાચૂંટણી : ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ છતાં પહેલાં દિવસે કોઇ ડોકાયું નહીં

ગુજરાત પેટાચૂંટણી : ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ છતાં પહેલાં દિવસે કોઇ ડોકાયું નહીં

0
120

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર તારીખ 3જી નવેમ્બરે ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે આ આઠ બેઠકોમાંથી અબડાસા, મોરબી, લિંમડી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે તમને જણાવી દઇએ કે ગઇ કાલે શુક્રવારથી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે. પરંતુ પહેલાં જ દિવસે આઠેય બેઠકો ઉપર એક પણ ઉમેદવાર ડોકાયો ન હોતો. Election news Gujarat

કોરોનાને કારણે એક મતદાન મથક ઉપર 1000 મતદારો જ મતદાન કરી શકે તેવી રીતે ચૂંટણી સંચાલન થશે. જેનાં માટે 1,807 સ્થળેથી મતદાન વ્યવસ્થા કરવામાં આવી છે. આચારસંહિતા અમલમાં આવ્યાનાં 10 દિવસમાં આઠ બેઠકોના મતક્ષેત્રમાં આચારસંહિતાનો ભંગ કરતા 2,000 જેટલા પોસ્ટર અને 1600થી વધુ બેનરો હટાવવામાં આવ્યાં છે.બીજી બાજુ આ આઠેય મતક્ષેત્રોમાં ચૂંટણીને લઇ આચારસંહિતા અમલમાં આવ્યાનાં 10 દિવસમાં કુલ 18 લાખનો દારૂ પકડાયાનું મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે જ ગાંધીનગર સ્થિત ભારતના મુખ્ય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, “આઠેય બેઠકો માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવા 17મી સપ્ટેમ્બરનો દિવસ નિયત કરવામાં આવ્યો છે. મતદાનનો સમય સવારનાં 7થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. 8 બેઠકોનાં 18 લાખ 74 હજાર 951 મતદારો નોંધાયા છે. જેમાં 9.68 લાખ મહિલા મતદારો છે. 3024 મતદાન મથકો પર મતદાન યોજાશે.”Election news Gujarat

કોવિડ-19ને ધ્યાનમાં રાખી ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી શકે તેના માટે આરોગ્ય અધિકારીની પણ નિમણૂંક કરવામાં આવી છે. તેમનાં પરામર્શમાં આઠેય બેઠકોના વિસ્તારમાં 126 જેટલી જગ્યા અલગથી તારવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ની તારીખો જાહેર કરી દેવાઇ છે. તારીખ 3જી નવેમ્બરે 8 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. Election news Gujarat

9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે 19 ઓક્ટોબરે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. 3જી નવેમ્બરે 8 બેઠકો માટે મતદાન યોજાશે. જ્યાર બાદ 10 તારીખે વિધાનસભાની 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. જેમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે. Gujarat elections news