ગાંધીનગર: ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાના મતદાન માટે 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે જેમાં તમામ રાજકીય દળના 788 દાવેદાર ચૂંટણી મેદાનામં ઉતર્યા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 19 જિલ્લાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની બેઠક પર મત નાખવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાંથી કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા સામેલ છે. ગુજરાતની 182માંથી આશરે 49 ટકા બેઠક પર પ્રથમ તબક્કામાં મત નાખવામાં આવશે.
Advertisement
Advertisement
2017માં ભાજપ 48 બેઠક જીત્યુ હતુ
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. પહેલા પણ રાજ્યમાં બે તબક્કામાં મતદાન થયુ હતુ જેમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી ભાજપના ખાતામાં 48 બેઠક આવી હતી. જો ટકાવારીની વાત કરીએ તો ભાજપે 48 બેઠક સાથે પ્રથમ તબક્કામાં 54 ટકા બેઠક જીતી હતી.
બેઠકના હિસાબથી ગુજરાતના બીજા સૌથી મોટા શહેર સૂરતમાં વોટિંગ
ગુજરાતની ભૌગોલિક નજરીયાથી સૂરત વિધાનસભા ક્ષેત્ર સૌથી મોટુ શહેર છે, જેની અંતર્ગત કેટલીક વિધાનસભાની બેઠક પણ સામેલ છે. પ્રથમ તબક્કાના મતદાનમાં સૌથી વધુ બેઠક સૂરતમાં જ છે અને પ્રથમ તબક્કામાં સૂરતમાં મતદાન કરવામાં આવશે. સૂરત વિધાનસભા અંતર્ગત 16 બેઠક જેમાં સૂરત પૂર્વ, સૂરત ઉત્તર, સૂરત પશ્ચિમ, માંડવી, માંગરોળ, ઓલપાડ, ઉધના, વરાછા, ચોર્યાસી, કામરેજ, કારંજ, કતારગામ, લિંબાયત, મહુવા અને મજૂરા જેવા વિસ્તાર સામેલ છે.
પુલ પડ્યા બાદ ચર્ચામાં આવેલા મોરબી જિલ્લામાં મતદાન
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાનમાં મોરબી જિલ્લામાં પણ મતદાન થશે. મોરબીમાં બનેલો પૂલ તૂટ્યા બાદ આ બેઠક ચર્ચાનો વિષય બનેલી છે. જોકે, ગત વિધાનસભા ચૂંટણીમાં અહી ભાજપનું પ્રદર્શન સારૂ નહતુ.
આ પણ વાંચો: ગુજરાત ઈલેક્શન 2022: પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે નેતાઓએ કેવી બેટિંગ કરી?
ગુજરાતને 2 મુખ્યમંત્રી આપનારા રાજકોટ જિલ્લામાં મતદાન
પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટમાં પણ મતદાન થશે. આ ચૂંટણી નજરિયાથી એટલા માટે મહત્વપૂર્ણ જિલ્લો છે કારણ કે અહી ગુજરાતના બે મોટા મુખ્યમંત્રી મળ્યા છે. પહેલા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી રાજકોટથી ચૂંટણી લડીને જીત્યા હતા.
પ્રથમ ફેઝમાં 11 મંત્રીઓની પ્રતિષ્ઠા દાંવ પર
પ્રથમ તબક્કાના મતદાનમાં 11 બેઠક પર સત્તામાં રહેલા 11 મંત્રી ચૂંટણી લડી રહ્યા છે. એવામાં આ જરૂરી બની જાય છે કે તે મંત્રી આ વખતે પણ ચૂંટણીમાં જીત મેળવશે. આ કારણે પ્રથમ તબક્કાના મતદાનમાં 11 મંત્રીઓની પ્રતિષ્ઠા દાંવ પર લાગેલી છે.
Advertisement