Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > Dhari Seat: લોકો પક્ષપલટુથી ખફા, 70 હજાર પાટીદારોના હાથમાં નવા MLAની ચાવી

Dhari Seat: લોકો પક્ષપલટુથી ખફા, 70 હજાર પાટીદારોના હાથમાં નવા MLAની ચાવી

0
362
 • ભાજપના જેવી કાકડિયા 16 કરોડમાં વેચાયા હોવાની ચર્ચા
 • કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુ કોટડિયાના પુત્ર 

અમદાવાદઃ ગુજરાતમાં 3 નવેમ્બરે 8 બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. જેમાં સૌરાષ્ટ્રની ધારી બેઠક (Dhari Seat)પર પણ મહત્વની છે. કોંગ્રેસમાંથી બળવો કરી જેવી કાકડિયા ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.

ભાજપે આ બેઠક પર પક્ષ પલટો કરીને આવેલા જેવી કાકડિયાને જ ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે સુરેશ કોટડિયાને ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચોઃ Dagi Neta:પેટા ચૂંટણીમાં BJPના 3, બે કોંગી ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ

2017માં જેવી કાકડિયા ભાજપના દિલીપ સંઘાણી સામે જીત્યા હતા

ધારી બેઠક (Dhari Seat) પર જેવી કાકડિયા આયાતી ઉમેદવાર છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેવી કાકડિયા ભાજપના દિલીપ સંઘાણી સામે 18336 મતથી જીત્યા હતા. જેવી કાકડિયાએ પક્ષ પલટો કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

આ બેઠક પર પાટીદાર, કોળી, દલિત, ક્ષત્રિય અને મુસ્લીમ સમાજનું પ્રભુત્વ છે. ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા 16 કરોડમાં વેચાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું. જેને કારણે નુકસાન થઇ શકે છે.

ધારી વિધાનસભા બેઠક (Dhari Seat) પર 2017માં ભાજપ દ્વારા દિલીપ સંઘાણીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસે જેવી કાકડિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જેવી કાકડિયા 15336 મતથી વિજયી બન્યા હતા.

2017માં ભાજપને 51308, કોંગ્રેસને 66644 મત મળ્યા હતા

ભાજપને આ ચૂંટણીમાં 51308 મત જ્યારે કોંગ્રેસને 66644 મત મળ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી પહેલા જેવી કાકડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપે ધારી બેઠક પરથી પેટા ચૂંટણીમાં પક્ષ પલટુ જેવી કાકડિયાને જ ટિકિટ આપી છે.

ભાજપનું સ્થાનિક નેતૃત્વ પણ નારાજ હોવાનું બહાર આવ્યુ છે. મતદારો પણ ભાજપની જાહેરાતથી નિરાશ જોવા મળી રહ્યા છે જેનો ફાયદો કોંગ્રેસને થઇ શકે છે.

આ પણ વાંચોઃ Morbi Seat: પાટીદારોના ગઢમાં કોણ પાડશે ગાબડુ, મતદારો કોની તરફ?

Dhari Seatમાં કુલ 2,17,488 મતદાર

ધારી વિધાનસભા બેઠકમાં 2 લાખ 17 હજાર 488 મતદારો છે. જેમાં 1 લાખ 13 હજાર 296 પુરૂષ મતદાર જ્યારે 1 લાખ, 04 હજાર 185 મહિલા મતદારો છે.

           જાતિ                    મતદાર

 • પાટીદાર               64000
 • કોળી                    46000
 • ક્ષત્રિય                   27000
 • મુસ્લિમ                 20000
 • દલિત                    18000
 • અન્ય                     45000

અમરેલીની ધારી બેઠક (Dhari Seat)પર કોંગ્રેસના 5 ઉમેદવાર ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે જ્યારે ભાજપમાંથી પણ ત્રણ વખત ઉમેદવાર ચૂંટાયા છે અને ધારાસભ્ય બન્યા છે. એક વખત પરિવર્તન પાર્ટીના ધારાસભ્ય આ બેઠક પરથી ચૂંટાયા હતા. પાટીદારોનો ગઢ ગણાતા ધારીમાં મનુભાઇ કોટડિયા સૌથી વધુ ત્રણ વખત ચૂંટાઇને ધારાસભ્ય બન્યા હતા.

ધારી બેઠકના સ્થાનિક મુદ્દા

ધારી બેઠક પર બેરોજગારી સૌથી મોટો મુદ્દો બનેલો છે. બેરોજગાર યુવાઓ રોજગારી માટે સતત સરકારને રજૂઆતો કરી રહ્યા છે. આ સિવાય ખેડૂતોના પાક વીમા, અતિવૃષ્ટીમાં રાહત જેવા મુદ્દાઓ પણ છે. ધારી બેઠક પર પાટીદારો જે પક્ષમાં મતદાન કરે તેને મોટો ફાયદો થઇ શકે તેમ છે.

પક્ષ પલટુ ધારાસભ્યએ પેટા ચૂંટણીમાં મત માંગવા જતા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. જેવી કાકડિયા જ્યારે પોતાના પ્રચાર અર્થે ગયા ત્યારે તેમને લોકોએ ખખડાવ્યા હતા. ધારીમાં એક સભા દરમિયાન લોકોએ વીજ કનેક્શન અને રોજગારી મુદ્દે પ્રશ્નો પૂછી જેવી કાકડિયાનો ઉધડો લીધો હતો.

મતદારોએ ખેડૂતોના પ્રશ્નની પણ વાત કરી હતી. જોકે તે મતદારોના સવાલોનો કોઇ જવાબ આપી શક્યા નહતા.

આ પણ વાંચોઃ લઘુમતી વર્ચસ્વવાળી Abdasa seat પર કોંગ્રેસનો દબદબો,10થી 7 ચૂંટણી જીતી

કોણ છે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા?

કોંગ્રેસે ધારી બેઠક (Dhari Seat)પર પૂર્વ કેન્દ્રીયમંત્રી મનુભાઈ કોટડીયાના પુત્ર સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. મનુભાઇ કોટડિયાનો જ હાથ પકડીને પરેશ ધાનાણી રાજકારણમાં આવ્યા હતા.

ધારીમાં કોણ બન્યા ધારાસભ્ય

            વર્ષ             વિજયી MLA              પક્ષ

 • 1995      મનુભાઇ કોટડિયા         કોંગ્રેસ
 • 2007     મનસુખભાઇ ભુવા         ભાજપ
 • 2012    નલીનભાઇ કોટડિયા    ગુજરાત પરિવર્તન પાર્ટી
 • 2017   જેવી કાકડિયા                  કોંગ્રેસ (રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપ્યુ)
 • 2017- પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસ (રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયા)