Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 6 મહાનગરોની કોર્પોરેશનના મતદાન માટે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારનો આવશે અંત

6 મહાનગરોની કોર્પોરેશનના મતદાન માટે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારનો આવશે અંત

0
35
  • જાહેરમાં પ્રચારનો અંત થશે,  સોશિયલ મીડિયા પર છેક સુધી જંગ રહેશે ચાલુ
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પેટે  21મીએ 6 મ્યુનિ. કોર્પોરેશન માટે મતદાન
  • અમદાવાદ સહિત 2274 ઉમેદવારો ભાવિ અજમાવવા મેદાનમાં ઉતર્યા

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાગરુપે 6 મહાનગરોની મ્યુનિસિપલ કોર્પોરેશનના મતદાન માટે આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર (Gujarat Election campaign)ના પડઘમ શાંત થઇ જશે. અમદાવાદ સહિત ૫૭૬ બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે. તેના ૪૮ કલાક પહેલા એટલે કે શુક્રવારે સાંજે છ કલાકથી જાહેરમાં ચૂંટણી પ્રચારનો અંત આવશે.

પરંતુ સોસિયલ મિડિયા ઉપર છેક સુધી ચૂંટણીપ્રચાર ચાલુ રહેશે, તેના માટે આક્રમક યુધ્ધ પણ ચાલી રહ્યું છે. પ્રચાર( Gujarat Election campaign) પડધમ બંધ થાય તે પહેલા શક્ય એટલા વધુ મતદારો સુધી પોતાની વાત પહોંચાડવા ભાજપ- કોંગ્રેસ અને મીમ અને આમ આદમી પાર્ટી સહિત 2,274 ઉમેદવારો વચ્ચે હોડ જામી છે.

આ પણ વાંચોઃ ભાજપમાં સામેલ થશે ‘મેટ્રો મેન’ ઈ.શ્રીધરન, કેરળ ચૂંટણી પહેલા ધારણ કરશે કેસરિયો

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલનો રોડ શો

અમદાવાદ શહેરમાં શુક્રવારે સવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ નરોડાથી ભવ્ય રોડ- શોની શરૂઆત કરવાના હતા. આ રોડ શોપૂર્વ અમદાવાદમાંથી શહેરના હાર્દસમા ખાડિયા ખાતે પૂર્ણ થશે. પાટીલે ગુરૂવારે ધોળકામાં ચૂંટણી સંબોધતા જ ભાજપના વિજયનું આહવાન કર્યું હતુ. આ તરફ છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારોએ વોર્ડમાં રેલીઓ અને લોકસંપર્કનું આયોજન કર્યુ છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ગુરૂવારે રથયાત્રા કાઢીને મતદારોને અપિલ કરી હતી. યાત્રામાં માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ સહિત કોરોના ગાઇડલાઇનના ધજાગ્રા ઉડયા હતા. નેતાના વાહનોની પાછળ બાઈક ચલાવતા ભાજપના કાર્યકરોએ તો હેલમેટ શુધ્ધા પહેર્યા નહતા

લવજિહાદ માટે કાયદો લાવીશુંઃ નીતીન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરૂવારે અમદાવાદમાં સભા (Gujarat Election campaign)ને સંબોધતા કહ્યુ કે કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતિ જ કરી. ભાજપની સરકારે વિકાસના કામો કર્યા છે, કોંગ્રેસની જેમ કોણીએ ગોળ નથી ચોંટાડ્યો. લવ જેહાદ સામે પણ કાયદો લાવીશું. તેમણે સોલા સિવિલને પણ આધુનિક બનાવવા તરફ અમારી સરકાર આગળ વધી રહી છે. અગાઉ મીડિયા સમક્ષ તેમણે ગુજરાતમાં સૌથી ઓછો પેટ્રોલ-ડિઝલ ઉપર વેટ હોવાનું કહીને ભાવ વધારા પાછળ આતરરાષ્ટ્રીય પરીબળોને જવાબદાર ઠેરવ્યા હતા.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અલગ અલગ મતગણતરીની તારીખને પડકારતી અરજી પર હાઇકોર્ટ આવતીકાલે આપી શકે છે ચુકાદો

મુખ્યમંત્રીએ હોસ્પિટલની પથારીથી શું કહ્યું?

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનામાં સંક્રમિત થયા બાદ ગુરુવારે પ્રથમ વાર યુએન મહેતા હોસ્પિટલના બેડ પરથી લોકોને સંબોધન (Gujarat Election campaign) કર્યું. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને સ્થાનિક ચૂંટણીઓમાં વિકાસના નામે ભાજપને મતદાન કરવા અપીલ કરી.

સીએમ રુપાણીએ મતદારોને રિઝવવા દાવા કર્યા કે,

  • “મારી સરકાર પ્રામાણિકતાથી કામ કરી રહી છે અને છેલ્લા કેટલાક સમયમાં ટાઉન પ્લાનિંગ સ્કિમોની મંજૂરીથી શહેરો માટે વિકાસના દરવાજા ખૂલી ગયા છે. માટે મતદારો અમારી કામગીરી તપાસીને ભાજપની તરફેણમાં મતદાન કરશે એવી મને પૂરી શ્રદ્ધા છે.”

પ્રજા કોંગ્રેસને બીજી તક આપવા માગતી નથીઃ રુપાણી

વિજય રુપાણીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ અને વિકાસ એક બીજાના પર્યાય બની ગયાં છે અને રાજ્યમાં તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે. એટલે હું મતદારોને ભરોસો આપવા માગું છું કે તમારો મત એળે નહીં જાય. કેમ કે અમારા માટે વિકાસ સિવાય બીજી કોઈ બાબતની પ્રાથમિક્તા નથી. તેમણે કહ્યું કે છેલ્લે પ્રજાએ મોટાભાગની જિલ્લા પંચાયતો કોંગ્રેસને સોંપી હતી. પરંતુ લોકો નિરાશ થઈ આ ચૂંટણીમાં કોંગ્રેસને બીજો મોકો આપવા માગતાં નથી અને આપશે પણ નહીં.

આ પણ વાંચોઃ CM રૂપાણી કોરોના પોઝિટિવ થયા બાદ સામે આવ્યા, ભાજપને મત આપવા અપીલ કરી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat