ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં કોંગ્રેસની સાઇલન્ટ લહેર હોવાની વાત કરી છે. મેવાણીએ કહ્યુ કે આ રાજ્યમાં બદલાવ જરૂરી છે અને આ વિધાનસભા ચૂંટણી ગુજરાત અને દેશને એક નવી દિશા આપશે.
જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો કે રાજ્યમાં 182 સભ્યની વિધાનસભા માટે બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ 120 બેઠક જીતશે, તેમણે કહ્યુ કે આ ચૂંટણી નિરંકુશતા, બેરોજગારી અને મોંઘવારી વિરૂદ્ધ થવા જઇ રહી છે.
વડગામના ઉમેદવાર છે જિગ્નેશ મેવાણી
મેવાણી બનાસકાંઠાની વડગામ બેઠક પરથી બીજી વખત જીત માટે મહેનત કરી રહ્યા છે. આ વખતે મેવાણી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મેવાણી દરરોજ 10 ગામનો પ્રવાસ કરી રહ્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા હતા.
રાજ્યમાં કોંગ્રેસની સાઇલન્ટ લહેર?
ગુજરાતમાં ભાજપના ના હારવા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં મેવાણીએ કહ્યુ કે આ વખતે રાજ્યમાં સાઇલન્ટ ક્રાંતિ થઇ રહી છે, અહી કોંગ્રેસની સાઇલન્ટ લહેર છે, તેમણે કહ્યુ કે લોકોએ પોતાનું મન બનાવી લીધુ છે અને હવે ઘણુ થઇ ગયુ છે. મેવાણીએ કહ્યુ કે ગુજરાત ચૂંટણી દેશને એક નવી દિશા આપશે, તેમણે કહ્યુ કે તેમનું અનુમાન છે કે કોંગ્રેસ ચૂંટણીમાં 120 બેઠક પર જીત મેળવશે અને ગુજરાતના નવનિર્માણની આધારશિલા રાખશે.
આ પણ વાંચો: મોદી-શાહથી દેશ પરેશાન, ગુજરાતની ચૂંટણી જીતવા ભાજપે નેતાઓની ફૌજ ઉતારી- ખડગે
રાજ્યમાં બદલાવ જરૂરી
જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે બદલાવ જરૂરી છે, ભાજપ ચૂંટણીામં હિન્દુત્વ સહિત ભાવનાત્મક મુદ્દા ઉઠાવી રહી છે પરંતુ આ કામ નહી કરે. મેવાણીએ કહ્યુ કે લોકોએ મોદીજી (વડાપ્રધાન)ને મોટા સ્નેહ સાથે બે વખત ચૂંટ્યા પરંતુ અત્યાર સુધી બેરોજગારી ઓછી થઇ નથી, મોંઘવારી રોકાઇ નથી, તેમણે કહ્યુ કે લોકો એક એવી સરકારને જોઇ રહ્યા છે જો પોતાના વિરૂદ્ધ અવાજ ઉઠાવનારાઓને નિશાન બનાવી રહી છે અને હવે લોકો સમજી ગયા છે કે આ બેદરકારભરી સરકાર છે.