તુંવર મુજાહિદ, ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ઝામ્યો છે. નેતાઓ ચૂંટણી જીતવા માટે રાત-દિવસ એક કરીને એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે. મગજ ચકરાવે ચડી જાય તે લેવલની રાજનીતિ પણ થઇ રહી છે. ગુજરાતની 182 સીટો પર 3872 ફોર્મ ભરાયા છે, તેમાંથી 813 ફોર્મ રિઝેક્ટ થઇ ગયા છે, જ્યારે 517 લોકો ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે. તો 2537 લોકોના ફોર્મ કોઈ જ સમસ્યા વગર એક્સેપ્ટ કરવામાં આવ્યા છે પરંતુ 1600થી વધારે લોકો સામસામે ચૂંટણી લડશે.
Advertisement
Advertisement
આ હિસાબે એક સીટ ઉપર સરેરાશ 13 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે. હવે એક સીટ પર મોટી સંખ્યામાં લોકલ ઉમેદવારોને જોઇને સામાન્ય લોકો પણ મૂંઝવણમાં મૂકાઇ ગયા છે. તેથી અનેક પ્રશ્ન પણ જનતા વચ્ચે ઉઠી રહ્યાં છે. કોંગ્રેસ-બીજેપી અને આપના ઉમેદવાર સિવાયના અન્ય ઉમેદવારોને લઇને લોકો વચ્ચે અવનવી ચર્ચાઓ જાગી છે.
કેટલાક ઉમેદવાર પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે ઉભા થાય છે, તો કેટલાક અન્ય ઉમેદવારને હરાવવા અને પૈસા બનાવવા માટે ઉભા થઇ રહ્યાં છે, તેવી ચર્ચાઓ જનતા જનાર્દન વચ્ચે ચાલી રહી છે. જોકે, આ વખતે ગુજરાત ચૂંટણીમાં કંઇક નવું જ થઇ રહ્યું છે. આ વખતે કેટલાક એવા ઉમેદવારો પણ જોવા મળી રહ્યાં છે, જેમને બળજબરીપૂર્વક ઉભા કરવામાં આવ્યા છે.
આ ઉમેદવારો તેવા છે, જેઓ ઇચ્છતા ન હોવા છતાં પણ તેમને ચૂંટણી લડવી પડી રહી છે. આ ઉમેદવારોને જે-તે પાર્ટી દ્વારા ઉભા કરવામાં આવ્યા છે, જેથી તે પોતાના પ્રતિદ્વંદ્વીઓના મત તોડીને તેમનું એન્કાઉન્ટર કરી શકે. આ એક ડર થકી લોકોને ધાકધમકી આપીને ચૂંટણી લડાવવાની અલગ લેવલની રાજનીતિ ગુજરાત ચૂંટણીમાં જોવા મળી રહી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આવા ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. બળજબરીપૂર્વક ઉભા કરવામાં આવેલા નેતાઓનું બ્રેકગ્રાઉન્ડ ખુબ જ મજબૂત હોય છે. તેઓ લોકલ લોકો વચ્ચે ખુબ જ ફેમસ હોય છે, તેવામાં તેઓ ઓછામાં ઓછા પાંચ-સાત હજાર વોટ મેળવી લે છે. તેવામાં ઓછી માર્જિનવાળી સીટ પર કોંગ્રેસ અથવા ભાજપના ઉમેદવાર માટે આવા અપક્ષો મુશ્કેલી સર્જિ શકે છે, તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી.
ઉદાહરણ રૂપે જોઇએ તો અમદાવાદની વેજલપુર સીટ પર કોંગ્રેસ અને બીજેપી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળે તેવા સમીકરણ રચાયા છે. પરંતુ આ સીટ પર કોંગ્રેસની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. કેમ કે આ સીટ પર ઓછામાં ઓછા 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે. હવે આટલા બધા ઉમેદવારો વચ્ચે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારનું એન્કાઉન્ટર કરવા માટે ક્યા ઉમેદવારને બળજબરીપૂર્વક ઉભો રાખવામાં આવ્યો છે, તે અંગે આપણે કશું જ કહી શકતા નથી.
42 – વેજલપુર વિધાનસભા માટે 15 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ
રાજ્યમાં 15મી વિધાનસભા માટે બે તબક્કા પૈકી આગામી 01 ડીસેમ્બર અને 05મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીની મતગણતરી આગામી 08મી ડીસેમ્બરના રોજ યોજાવવાની છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવાર જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર 833 ઉમેદવાર ચૂંટણી જંગ જામશે. અમદાવાદની 42 – વેજલપુર વિધાનસભા માટે 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વેજલપુરઃ કોલેજકાળના ત્રણ મિત્રો ત્રણ અલગ પક્ષના ઉમેદવાર તરીકે આમનેસામને
વેજલપુર બેઠક પર 8 રાજકીય પાર્ટીના ઉમેદવારો
42 વેજલપુર વિધાનસભાની બેઠક માટે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાની પાર્ટીના ઉમેદવારો સાથે રાજકીય અને અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી છે. રાષ્ટ્ર અને રાજ્યકક્ષાની પાર્ટીમાં ભાજપમાંથી અમિત ઠાકર તથા ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ તરફથી રાજેન્દ્ર પટેલ (રાજુ પટેલ મકરબા) એ દાવેદારી નોંધાવી છે. આ સાથે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાની પાર્ટી સિવાયના પક્ષોમાં આમ આદમી પાર્ટીમાંથી કલ્પેશ પટેલ (ભોલા ભાઈ), AIMIMથી જૈનબ શેખ, રાઈટ ટૂ રિકોલ પાર્ટી તરફથી પાર્થિવ દવે, સોશ્યલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્ડીયામાંથી મેમણ મોહમ્મદહુસેન અબ્દુલ્લાહ ભાઈ, ભારતીય યુવા જન એકતા પાર્ટી તરફથી શાહ અંકિત, જનસેવા ડ્રાઈવર પાર્ટીની ટિકિટ પર શેખ શોકત અલી અબ્દુલકરીમ ઉમેદવારી નોંધાવી છે.
વેજલપુર બેઠક પર 7 અપક્ષ ઉમેદવારો
42 – વેજલપુર વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો સિવાય 8 અપક્ષ ઉમેદવારોએ પણ દાવેદારી નોંધાવી છે. જે પૈકી 6 મુસ્લિમ ઉમેદવારો અને 1 હિંદુ ઉમેદવાર છે. જે પ્રમાણે તનવીરૂદ્દીન ઈલ્મુદ્દીન શેખ માટે ચૂંટણી નિશાન ગેસ સિલિન્ડર, મનસુરી સુહાના અહેમદભાઈ માટે ચૂંટણી નિશાન માચીસ પેટી, મહોમદ ફારૂખ શેખ માટે ચૂંટણી નિશાન કેપ્સીકમ, શેખ આરિફ (ફૌજી) માટે ચૂંટણી નિશાન સીટી, સાબીરઅલીખાન સાહેબદાલીખાન પઠાણ માટે ચૂંટણી નિશાન સફરજન, સૈયદ પીર હુસેન (યાસીનબાપુ) માટે ચૂંટણી નિશાન સાંકળ, સોલંકી વિનોદભાઈ (સાવજ) માટે ચૂંટણી નિશાન ડીઝલ પંપ છે.
વેજલપુર બેઠક પર બીજા તબક્કામાં થશે મતદાન
અમદાવાદની 42- વેજલપુર વિધાનસભા બેઠક પર 05 ડીસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. ચૂટણી માટે 17 નવેમ્બરના રોજ ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ હતો જ્યારે 21 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ફોર્મ રદ્દ અને પરત ખેંચવાની સાથે હવે વેજલપુરમાં બેઠક પર 15 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ સીટ પર કેટલાક મુસ્લિમ ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવાર રાજુ પટેલનું એન્કાઉન્ટર કરવા માટે ઉભા કરવામાં આવ્યા હોઇ શકે છે. સ્વભાવિક છે કે, મુસ્લિમોને કોંગ્રેસના મતદાતા માનવામાં આવે છે. તેથી કોંગ્રેસની મુશ્કેલી વધતી દેખાઇ રહી છે.
મુસ્લિમ સ્કોલર શું કહી રહ્યા છે?
મુસ્લિમ સ્કોલરો પણ ઉમેદવારોના રાફડાથી ચિંતિત છે. તેમના અનુસાર, મુસ્લિમોએ પોતાનો મત વ્યર્થ જાય તેવી જગ્યાએ આપવાના બદલે હાર-જીત નક્કી કરે તેવા ઉમેદવારને મત આપવો જોઈએ. ગુજરાત ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ મહત્વપૂર્ણ પાર્ટીઓ માનવામાં આવે છે, તેવામાં મુસ્લિમ સ્કોલર તેમાંથી એક પાર્ટીને વોટ આપવાની સલાહ આપી રહી છે, જેથી તેમનો વોટ પરિણામ લાવી શકે.
Advertisement