ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની ચોથી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પોતાની ચોથી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં દ્વારકાથી માલુબાઇ કંડોરિયા, તલાલાથી માનસિંહ ડોડિયા, કોડિનાર (એસ.સી)થી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્યથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઇસ્ટથી બળદેવ મંજીભાઇ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ બી પટેલ અને ધરમપર (એસટી)થી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલનું નામ સામેલ છે.
Advertisement
Advertisement
ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આજે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરીને તેમાં 9 નામ જાહેર કર્યા છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ અત્યાર સુધીમાં કુલ 104 ઉમેદવારો ડિક્લેર કરી દીધા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ગુજરાતમાં રાજકીય ઘમાસાણ થઇ રહી છે. ગુજરાતમાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને રાજકીય મેદાનમાં ઉતારીને ચૂંટણી જીતવા માટે અવનવા પેતરાઓ અપનાવી રહી છે. ચૂંટણી જીતવામાં થોડી પણ કચાશ ના રહી જાય તે માટે રાજકીય પક્ષો પોતાના તમામ ઉમેદવારોને એકસાથે મેદાનમાં ઉતારી રહી નથી. કોંગ્રેસ ધીમે-ધીમે કરીને પોતાના ઉમેદવારોના પત્તા ખોલી રહી છે. ઘણા પાછલા સમયથી સત્તામાંથી બહાર રહેલી કોંગ્રેસ આ વખતે કોઈ જ ચાન્સ લેવા માંગતી ના હોય તેવું લાગી રહ્યું છે.
બે તબક્કામાં યોજાશે ગુજરાતમાં ચૂંટણી
ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જણાવી દઇએ કે, પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement